For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાષ્ટ્રીય શાળામાં વેપારી સહિત ત્રણ ઉપર હુમલો

06:26 PM Dec 09, 2023 IST | Bhumika
રાષ્ટ્રીય શાળામાં વેપારી સહિત ત્રણ ઉપર હુમલો

સ્પીડથી વાહન કેમ ચલાવો છો? કહી ફીઝીયોથેરાપીના છાત્ર અને તેના મિત્ર સાથે ઝઘડો કરી બેસાડી દીધા

Advertisement

છોડાવવા આવેલા મામા અને કૌટુંબિકને જોઇ તેમ શુ રોલા પાડવા આવ્યા છો? કહી ટોળુ તુટી પડયું: ત્રણ સકંજામાં

શહેરની રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં મારામારીનો બનાવ બન્યો હતો. અહિં આવેલી ફિઝીયોથેરાપી કોલેજમાં એક છાત્ર તેના મિત્ર સાથે ટુવ્હીલર પર જતો હતો ત્યારે કમ્પાઉન્ડમાં યોજાયેલા લગ્ન પ્રસંગના સ્થળ પાસે આ બંનેને અજાણ્યા શખ્સોએ આંતરી તમે સ્પીડથી કેમ વાહન હંકારો છો તેમ કહી મારા મારી કરી બેસાડી દેતાં આ છાત્રએ સામેકાઠે રહેતાં પોતાના મામાને જાણ કરતાં ઇમિટેશનના વેપારી યુવાન અને તેના બીજા કુટુંબી ભાણેજ સહિતના થાર ગાડી લઈને રાષ્ટ્રીય શાળા ખાતે ભાણેજને છોડાવવા આવતાં ટોળુ આ બંને પર તૂટી પડતાં અને માથામાં તલવાર જેવું કંઈક ફટકારી દેતાં મામાને ગંભીર ઇજા થઇ હતી સાથેના ભાણેજને પણ આંખ પાસે ઇજા પહોંચી હતી.આ બનાવને પગલે પોલીસ દોડી ગઇ હતી અને ઘવાયેલાઓને સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં.

Advertisement

પારેવડી ચોકમાં રહેતો મિહીર અરજણભાઇ છૈયા (ઉ.વ.20) અને તેનો મિત્ર ભીચરી પાસે રહેતો કૌશિક ડાયાભાઈ (ઉ.વ.23) બંને રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં આવેલી ફિઝીયોથેરાપી કોલેજમાં પોતાના ટુવ્હીલર પર જતાં હતાં ત્યારે કમ્પાઉન્ડમાં પહોંચતા જ ત્યાં લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હોય તેમાં સામેલ કોઇ લોકોએ આ બંનેને વાહન કેમ સ્પીડથી ચલાવો છો તેમ કહી ઝઘડો કરી ધોલધપાટ કરી હતી.બાદ માં બંનેને બેસાડી દીધા હતાં. બાદમાં મિહીર છૈયાએ ફોન કરી આ અનાવની જાણ પોતાના યાવા છોડનગર- 18માં રહેતાં મને ઇમિટેશનનો વેપાર કરતાં હિરેનભાઈ બચુભાઈ વાળા (ઉ.વ.28)ને જાણ કરી હતી. તેમજ પોતાને ગોંધી રમાયાનું કહેતાં માયા હિરેનભાઇવાળા પોતાની સાથે બીજા કુટુંબી ભાણેજ સાગર માનુભાઈ રાઠોડ (ઉ.વ.26-રહે. ભીગરી)ને લઈને પોતાની થાર ગાડી લઈને રાષ્ટ્રીય શાળામાં ભાણેજને છોડાવવા પહોંચ્યા હતાં.પરંતુ હિરેનભાઇ અને ભાણેજ સાગર ગાડીમાંથી નીચે ઉતર્યા એ સાથે જ ટોળુ તૂટી પડયું હતું અને તમે શું રોલા પાડવા આવો છો? કહી હુમલો કરી માર મારતાં કોઇએ તલવાર જેવા હથીયારનો માથામાં ઘા કરી દેતાં મામા હિરેનભાઈને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે ભાણેજ સાગરને આંખ પાસે ઇજા થઇ હતી.બનાવને ત્યાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. કોઈએ પોલીસમાં જાણ કરતાં એ-ડિવીઝન પોલીસની પહોંચી ગઈ હતી અને ઘાયલોને પોલીસની ગાડીમાં જ સિવિલ હોસ્પિટલે ખસેડવા હતાં.આ અંગે એ ડિવિઝન પોલીસે ત્રણને સકંજામાં લઈ પૂછતાછ આદરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement