શાપર-વેરાવળમાંથી 309 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ ઝડપાયા
જસદણમાંથી જુગારધામ ઝડપાયું : 7 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બદી બેફામ વકરી રહી છે ત્યારે ગઈકાલે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શાપર-વેરાવળમાંથી 76 હજારની કિંમતનો 309 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી 2.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે જેતપુરના દાસીજીવણ પરામાંથી 120 બિયરના ટીન સાથે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે.
શાપર-વેરાવળ સરદાર ઈન્ડસ્ટ્રીઝ કારખાના પાસે શંકાસપ્દ હાલતમાં નિકળેલી કાર અટકાવી પોલીસે તલાશી લેતા તેમાંથી રૂા. 76 હજારની કિંમતની 309 બોટલ 180 એમએલની વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે શાપરના ભાર્ગવ ભરતભાઈ વાછાણી ઉ.વ.24, રાજકોટના ભૌતિક અમૃતભાઈ કથિરિયા ઉ.વ.24 અને રાજકોટના કૃષિલ હરેશભાઈ કથિરિયા ઉ.વ.19ની ધરપકડ કરી વિદેશી દારૂ અને કાર મળી 2.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જેતપુરના દાસીજીવણ પરામાં રહેતા સંજય પુનાભાઈ ચૌહાણના ઘરમાં પોલીસે દરોડો પાડી રૂા. 12 હજારની કિંમતની 120 બિયર ટીન કબ્જે કરી આરોપીની ધરપકડ કરી બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યો તે મુદ્દે તપાસ હાથ ધરી છે.
જસદણમાં જુગારધામ ઝડપાયું
જસદણના સ્મશાન રોડ ઉપર આવેલ મકાનમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા અબ્રાહમ ગફાર રાઠોડ ઉ.વ.75, વલ્લભ રાણાભાઈ ભેસચાડિયા ઉ.વ.40, સાજિદ ઈસાભાઈ મેતર ઉ.વ.44, દિલીપ મોહન રાઠોડ ઉ.વ.56, સબીર હારુન પરિયાણી ઉ.વ.38, રણછોડ મનજી રાઠોડ 43, અને કિરીટ ભીમજી ઢોલરિયા ઉ.વ.50ની ધરપકડ કરી 21,960ની રોકડ રકમ કબ્જે કરી.
લોધિકામાં જુગાર રમતા પાંચ ઝડપાયા
લોધીકાના પીપળિયા પાળ ગામે જાહેરમાં જુગાર રમતા વિજય મેણંદ વાઢેર, હરેશ ઉર્ફે સાગર ભીખાભાઈ ચાવડા, અભિષેક જીતુભાઈ ગુંદાણિયા, મનોજ કાંતિભાઈ બ્રહ્મણ અને જયેશ લખમણભાઈ રાઠોડની ધરપકડ કરી રૂા. 10,700ની રોકડ રકમ કબ્જે કરી છે.