For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણનાં દેવપરા ગામેથી 7 લાખના વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ત્રણની ધરપકડ

04:35 PM Aug 20, 2024 IST | Bhumika
જસદણનાં દેવપરા ગામેથી 7 લાખના વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ત્રણની ધરપકડ
Advertisement

કટિંગ ચાલતુ હતું ત્યારે જ પોલીસ ત્રાટકી રૂા.33.59 લાખનો મુદ્દામાલ કબજે, સપ્લાયર સહિત ત્રણની શોધખોળ

જસદણના દેવપરા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી રૂા.7 લાખની કિંમતની 1656 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ સહિત રૂા.33.59 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે સપ્લાયર સહિત અન્ય ત્રણના નામ બહાર આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Advertisement

જસદણ પોલીસને મળેલી બાતમીના આધારે દેવપરા ગામની સીમમાં દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે જ પોલીસે દરોડો પાડયો હતો. ચોટીલાના ગુંદા ગામના રાજુ શિવા પરાલીયાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોય અને જેનું કટીંગ ચાલતુ હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. આ દરોડામાં ચોટીલાના ગુંદા ગામનો રણજીત વિહાભાઈ પરાલીયા, જસદણનો મહેશ જીવન હિરપરા અને ટ્રક ડ્રાઈવર નાગોરનો જબ્બરસિંગ ગોવિંદસિંગ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની 138 પેટી એટલે કે 1656 બોટલ દારૂ તથા 15 લાખનો ટ્રક તથા રોકડ સહિત રૂા.33.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ કરતાં આ દારૂનો જથ્થો જબ્બરસિંગ દ્વારા ટ્રક મારફતે હરિયાણાથી રાજસ્થાન થઈ શામળાજી બોર્ડરથી ગુજરાતમાં એન્ટ્રી કરી હતી અને ગોધરા, વડોદરા, બોરસદ, તારાપુર, બગોદરા અને ચોટીલા થઈને આ દારૂનો જથ્થો ગઈકાલે સાંજે ચોટીલા આવ્યો હતો અને ચોટીલાની બળદેવ હોટલ ખાતે રાજુ પરાલીયાએ ટ્રકને હોલ્ટ કરવાની સુચના આપી હતી અને આ દારૂનો જથ્થો ઉતારવા માટે માણસો આવ્યા બાદ તેને કટીંગ કરવાનું હોય જેથી ચોટીલાથી આ ટ્રક જસદણ અને વિંછીયાના રસ્તે દેવપરાની સીમમાં પહોંચ્યો હતો અને દારૂનું કટીંગ કરવામાં આવતું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. પોલીસ દરોડામાં આ દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર રાજુ શિવા પરાલીયા તથા સપ્લાયર રાકેશ ઉર્ફે રિન્કુ અને પ્રધાનજીનું નામ ખુલ્યું છે. જસદણ પોલીસ મથકના સ્ટાફે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

7 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ત્રણ રાજ્યની ચેક પોસ્ટ પાસ કરી ચોટીલા પહોંચી ગયું

જસદણ પાસેથી ઝડપાયેલો 7 લાખનો દારૂ રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત એમ ત્રણ રાજ્યની બોર્ડર અને આ ત્રણ રાજ્યોની ચેક પોસ્ટ નિવિર્ઘને પાર કરીને બુટલેગરે નક્કી કરેલ જગ્યાએ પહોંચી ગયેલ હોય આટલો મોટો દારૂનો જથ્થો હરિયાણાથી ગુજરાત સુધી પહોંચી ગયો છતાં રસ્તામાં કયાય પણ ચેકીંગ ન થયું તે બાબત પણ અનેક શંકા ઉપજાવે તેવી અને બુટલેગરની પોલીસ સાથેની સાંઠગાંઠ ખુલ્લી પાડે તેવી બાબતે છે. રાજસ્થાનના ટ્રક ચાલક જબ્બરસિંગ દ્વારા આ સાત લાખનો દારૂ ભરેલું ક્ધટેનર મારફતે હરિયાણાથી રાજસ્થાન થઈ શામળાજી બોર્ડરથી ગુજરાતમાં એન્ટ્રી કરી હતી અને ગોધરા, વડોદરા, બોરસદ, તારાપુર, બગોદરા અને ચોટીલા થઈને આ દારૂનો જથ્થો ગઈકાલે સાંજે ચોટીલા આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement