વડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામ
વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે. આ ધમકી ઈ-મેલ મારફતે મળી છે. આ ઈમેલભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો હતો.આ ઘટનાની જાણ થતાં પોલીસ અને બોમ્બ સ્કોર્ડની ઘટનાસ્થળે પહોંચી હતી અને ચેકિંગ શરુ ક્લાર્યું હતું. ધમકી ભર્યો ઈમેલ મળતા બાળકોને શાળામાંથી રાજા આપી દેવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એક અને સમા વિસ્તારમાં આવેલી બે સ્કુલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકીની જાણ થતા જ બોમ્બ સ્કવોડ અને પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. હાલ પણ તપાસ ચાલી રહી છે. .
સમગ્ર બાબતની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને સમગ્ર સ્કુલમાં તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત સ્કુલ બસોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે.