શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં હજારો ખેલૈયાઓનું મન મોહક ગરબા નૃત્ય
શ્રી ખોડલધામ પરિવાર જામનગર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં, મારી માતાના પગલા જ્યા જ્યા થાઈ ગરબાએ નગરજનોનુ મન મોહી લીઘુ, હજારો ખેલૈયાઓએ માતાજીના ગરબા સાથે નૃત્ય કરતી હારમાળાએ આકર્ષણ જમાવ્યું. લેઉવા પટેલ સમાજના આ પારિવારિક માહોલમાં યોજાયેલા ભવ્ય નવરાત્રીમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે બીજા નોરતે વિશાલ ગઢવી અને ખુશી આહીર જેવા જાણીતા ગાયકોએ પૂજા સાઉન્ડના સથવારે ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
ગઈકાલે તા. 4-10-2024ના રોજ બીજા નોરતે આ ભવ્ય મહોત્સવમાં ન્યુ કાલિન્દી વર્લ્ડ સ્કૂલ પાસે સેટેલાઈટ પાર્ક રણજીત સાગર મેઈન રોડ જામનગર ખાતે હજારો ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આ નવરાત્રિ મહોત્સવમાં આયોજકોએ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ અને સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે ખેલૈયાઓ માટે પારિવારિક માહોલ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
મારી માતાના પગલા જ્યા જ્યા થાઈ, આવી આસોની રઢિયાળી રાત મોરી મા, કુમ કુમના પગલા પડ્યા, મા તારા પાવન પગલાં, કેસરિયો રંગ તને લાગ્યોથ જેવા ગરબાઓએ ખેલૈયાઓને ઝૂમવા મજબૂર કર્યા હતા.
દિપક ચીખલીયા, પ્રવીણ ચાંગાણી, ક્રિષ્ના દત્તાણી, અંકિતા વોરા જેવા જાણીતા જજોએ વર્ષોના અનુભવી ખેલૈયાઓની પ્રતિભાનું મૂલ્યાંકન કર્યું હતું.
આ નવરાત્રિ મહોત્સવના બીજા નોરતે દિવ્યેશભાઈ પટોળીયા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના પીએ, અતુલભાઈ કાછડીયા, બીપીનભાઈ વાદી, ભાવીનભાઈ પટેલ, નાથાભાઈ મુંગરા, અમિતભાઈ શીયાણી, જસ્મીનભાઈ શીયાણી, મહેશભાઈ કાછડીયા, કૌશલભાઈ કાછડિયા, બંધન ગ્રુપ, મિતેશભાઈ વૈષ્ણવ, અલ્પેશભાઈ વેકરીયા, જતીનભાઈ ફળદુ, સંજય દોંગા, ભાવેશભાઈ ફળદુ, રાજુભાઈ ચાંગાણી, મનોજ કથીરિયા સહિતના અનેક મહેમાનો અને દાતાઓએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો,
આમ, શ્રી ખોડલધામ પરિવાર જામનગર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમ રહ્યો છે.