રીબડામાં રક્તદાન કરી મહિપતસિંહજીને વીરાંજલિ આપતા હજારો લોકો
ગોંડલના રિબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથીએ થેલેસેમિયા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં, યુવાનો, વડીલો, મહિલાઓ અને સંતો-મહંતોએ રક્તદાન કર્યુ હતું. જે માટે ગોંડલ સહિતની બલ્ડ બેંકોની ટીમ સતત ખડેપગે રહી હતી.
આર.એ.આર. ફાઉન્ડેશનના પ્રણેતા રાજદિપસિંહ અનિરૂૂૂધ્ધસિંહ જાડેજા દ્વારા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું. આજે સાંજે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ક્ષત્રિય સમાજના આગેવાન માજી ધારાસભ્ય સ્વ.મહિપતસિંહજી ભાવુભા જાડેજાની પ્રથમ પૂણ્યતિથિના સ્મરણાર્થે માનવસેવા તથા ગૌસેવા સહિતના સત્કાર્યો ચાલી રહ્યા છે. આ સત્કાર્યોને આગળ માટે થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને અન્ય ગંભીર બિમારી ધરાવતા દર્દીઓનાં લાભાર્થે પ્રથમ મહારક્તદાન કેમ્પનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં લોહી એકત્ર કરવા પીડીયુ સિવિલ બલ્ડ બેન્ક રાજકોટ, રેડક્રોસ બલ્ડ બેન્ક રાજકોટ, લાઈફ બલ્ડ બેન્ક રાજકોટ, આસ્થા બલ્ડ બેન્ક ગોંડલ અને નાથાણી બલ્ડ બેંકોના ડોક્ટરો અને તેની ટીમે સેવા બજાવી હતી. સવારે 6 વાગ્યાથી શરૂૂૂ થયેલ બ્લડ કેમ્પ બપોરે 2.00 કલાક સુધી મહીરાજ બજરંગબલી મંદિર પાસે, નેશનલ હાઇ-વે રીબડા ખાતે ચાલુ રહ્યો હતો. રક્તદાતાને આરએઆર ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂૂૂપથી સ્મૃતિચિન્હ શૂભેચ્છા સ્વરૂૂૂપે ભેટ આપવામાં આવ્યા હતા.
આ સામાજિક ઉત્તરદાયિત્વનાં કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપતા રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મહિપતસિંહ બાપુના સેવાભાવી જીવનમાંથી પ્રેરણા મેળવી માનવસેવા તથા ગૌસેવાનું પ્રથમ પૂણ્યતિથિએ આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે ભવ્ય લોક ડાયરો યોજાશે.ગોંડલ તાલુકાની નામાંકિત તમામ ગૌશાળાના લાભાર્થે આજે 1 ફેબ્રુઆરીને ગુરૂૂૂવારે રાત્રે 9 કલાકે મહારાજ બજરંગબલી મંદિર પાસે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રખ્યાત લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, યોગેશદાન બોક્સા અને સાંઇરામ દવે સંતવાણી સાથે લોકસાહિત્યનો રસથાળ પીરસશે. જાડેજા પરિવારે ઉપરોક્ત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી જનસેવા કાર્યમાં સહભાગી બનેલા તમામનો આભાર વ્યક્ત કર્યો છે અને આજે રાત્રે યોજાનાર ડાયરાની સંગત માણવા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.