ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધનશ્રી સાથે છૂટાછેડા બાદ આપઘાત કરવાના વિચાર આવતા હતા: ચહલ

04:25 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

IPL 2025 માં પંજાબ કિંગ્સ માટે હેટ્રિક લેનાર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં જ ધનશ્રી સાથે છૂટાછેડા લીધા હતા. જો કે આ પછી તેણે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. આ છૂટાછેડાનું કારણ શું હતું? આ કોઈ જાણતું નથી, પરંતુ હવે ટીમ ઈન્ડિયાના આ સ્પિનરે આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે તેના સંબંધોને લઈને એટલો તણાવમાં હતો કે એક સમયે તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું.

Advertisement

રાજ શમનીના પોડકાસ્ટમાં ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી સાથેના પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આ દરમિયાન તેણે ઘણા મોટા રહસ્યો ખોલ્યા. તેણે કહ્યું કે તેના લગ્ન જીવનમાં ચાલી રહેલા તણાવને કારણે તે ઘણો ડિપ્રેશનમાં ગયો. આ સમય દરમિયાન મેં ક્રિકેટમાંથી પણ બ્રેક લીધો.

ચહલે કહ્યુ હું ચાર-પાંચ મહિના સુધી ઘણો ડિપ્રેશનમાં હતો. મને ચિંતાના હુમલા આવતા હતા. મારી આંખોમાં અંધારું છવાઈ જતું હતું. આ વાતો ફક્ત થોડા લોકો જ જાણે છે, જે તે સમયે મારી સાથે હતા. આ સિવાય, મેં આ વાતો કોઈની સાથે શેર કરી ન હતી. આ સમય દરમિયાન મને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવતો હતો, કારણ કે તે સમયે મારું મગજ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દીધું હતું તેણે કહ્યું કે તણાવને કારણે, હું ફક્ત બે થી ત્રણ કલાક જ સૂઈ શકતો હતો, બાકીનો સમય હું મારા ખાસ મિત્રો સાથે વાત કરતો હતો. ચહલે કહ્યું કે તે તેના સંબંધોને લઈને એટલા તણાવમાં હતા કે તેમણે ક્રિકેટથી પણ અંતર રાખ્યું હતું. તેમણે કહ્યું કે હું મેદાન પર મારું 100 ટકા આપી શક્યો નહીં. એટલા માટે મેં ક્રિકેટમાંથી બ્રેક લીધો. જીવનમાં બધી સુવિધાઓ હોવા છતાં, હું ખાલીપો અનુભવી રહ્યો હતો.

તેણે કહ્યું કે તમારી પાસે તમારા જીવનમાં બધું છે, બધી સુવિધાઓ છે, પરંતુ છતાં પણ તમારી પાસે ખુશી નથી. પછી તમારા મનમાં આ વિચારો આવે છે - આ જીવનનું શું કરવું? બસ છોડી દો.

Tags :
Dhanashreeindiaindia newsYuzvendra Chahal
Advertisement
Next Article
Advertisement