દુષ્કર્મીઓને સજાની વાત કરનારા પહેલા પોતાના ગુના કબૂલે
વડોદરા ગેંગરેપ મામલે ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચે સોશિયલ મીડિયા વોર
વડોદરાના ભાયલી ગેંગરેપ કેસ બાદ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનું એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે દુષ્કર્મીનું એન્કાઉન્ટર કરી દેવું જોઇએ તેમ કહ્યું હતું. ત્યારે હવે વડોદરાના વોર્ડ નં.15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં તેમણે દુષ્કર્મીઓને ગંભીર સજાની વાત કરનારાઓએ પહેલા પોતાના ગુના કબુલવા જોઇએ પછી સલાહ આપવી જોઇએ તેમ લખ્યું છે.
આ પોસ્ટ કરવા અંગે આશિષ જોશીએ જણાવ્યું છેકે, રાજકીય લાભ લેવા આ પ્રકારનું નિવદેન કરતા નેતાઓને ટાંકીને સોશિયલ પોસ્ટ મુકી છે.
વડોદરા ભાજપમાં અંદરો અંદર ચાલતા ડખા જાણે કે સદાબહાર થઈ ગયા હોય તેમ અવારનવાર અંદરો અંદર ચાલતી ખેંચતાણ ખુલીને બહાર આવતી હોય છે. ત્યારે વધુ એક વખત વડોદરા ભાજપમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ છેડાયો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. કારણ કે હાલ જ્યાં થોડા સમય અગાઉ ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા દુષ્કર્મના આરોપીઓને ફાંસી તેમજ એન્કાઉન્ટર કરવા અંગેનું નિવેદન આપ્યું હતું. ત્યારે હવે તેની સામે ભાજપના જ કોર્પોરેટરે કંઈક એવી પોસ્ટ કરી છે કે જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ભાયલી દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
ત્યારે આ બધાની વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ દુષ્કર્મ કરનારા તત્વોનું એન્કાઉન્ટર કરવાનું નિવેદન આપ્યું હતું. જેના બાદમાં તેમના આ નિવેદનના ગણતરીના કલાકોમાં જ શૈલેષ મહેતાના જ અંગત કહેવાતા ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ સોશિયલ મીડિયા પર આડકતરી રીતે ધારાસભ્યને ટોણો મારતી પોસ્ટ કરી હતી.
ભાજપના વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર આશિષ જોષીએ એવું લખ્યું હતું કે, આજકાલ જે લોકો દુષ્કર્મીઓ માટે ગંભીર સજાની માંગ કરે છે. એ લોકોએ પોતે કરેલા ગુના પણ અરીસાની સામે ઊભા રહીને કબુલ કરવા જોઈએ અને પછી સલાહ આપવી જોઈએ.
આશિષ જોશીએ તેમને સોશિયલ મીડિયામાં મુકેલ પોસ્ટ મામલે જાણવ્યું હતું કે, પોલીસ વિભાગ અને ગૃહ મંત્રીએ દુષ્કર્મ કેસમાં કરેલી ઝડપી કામગીરી સરાહનીય છે પોલીસ આગામી દિવસોમાં પીડિતાને જરૂૂર થી ન્યાય અપાવશે આ દેશમાં કાયદો સર્વોપરી છે કાયદાથી ઉપર કોઈ નથી પરંતુ યુવાનોને આકર્ષવા અને રાજકીય લાભ લેવા નેતાઓ પોસ્ટ કરતા હોય છે. તેવા નેતાઓને ટાંકીને સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી છે અને તેમને પહેલા પોતે કરેલા ગુનાઓ જોવા જોઈએ એના બાદ નિવેદનો આપવા જોઈએ. યુવાનો રાજકારણથી પ્રેરાઈને ખોટા રસ્તે ના જાય અને શહેરનું વાતાવરણ ન બગડે હું પણ એક હિન્દુ છું દુષ્કર્મની ઘટનાને છે.
વખોડું છું અને આરોપીઓને મહત્તમ મહત્તમ સજા થવી જોઈએ તેવી માંગ કરું છું પરંતુ ઘટના બાદ ઘટનાનો રાજકીય ફાયદો લેવા અને યુવાનોને બહેકાવવા માટે આવા સ્ટેટમેન્ટ આપનારથી દૂર રહેવું જોઈએ.