આ ભારત છે, તમે અહીં જાહેરમાં બિભત્સ ચેનચાળા ન કરી શકો
મારવાડી કોલેજનાં આફ્રિકાના 300 છાત્રોને પોલીસે સભ્યતાના પાઠ ભણાવ્યા
દારૂ, એનડીપીએસ અને ઈમ્મોરલ ટ્રાફિકિંગના કાયદાની સમજ આપવામાં આવી
રાજકોટના મોરબી રોડ પર મારવાડી કોલેજમાં અભ્યાસ કરતાં આફ્રિકાના છાત્રો સેક્સ અને ડ્રગ્સ રેકેટ ચલાવતા હોવાનો રતનપરના ગ્રામજનોએ આક્ષેપ કરી પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી, જેને કારણે હોબાળો મચી ગયો હતો. બરાબર તે જ વખતે આફ્રિકાના છાત્ર અને છાત્રાનો કથિત બિભત્સ ચેનચાળા કરતો વીડિયો વાયરલ થયો હતો, જેને કારણે રતનપરના ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો.
જેને ધ્યાને લઈ ગઈકાલે પોલીસે મારવાડી કોલેજમાં જઈ -300 આફ્રિકાના છાત્ર-છાત્રાઓને સભ્યતાના પાઠ ભણાવ્યા હતાં.એ ડિવિઝનના પીઆઈ બી.વી. બોરીસાગર અને કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ રજયાએ આફ્રિકાના છાત્રોને કહ્યું કે વિદેશમાં કદાચ જાહેરમાં કિસ કરવી ગુનો નથી, પરંતુ આ ભારત છે, અહીં જાહેરમાં કિસિંગ અને ચેનચાળા સહિતના કૃત્યો કરી શકાતા નથી, જેનું તમારે ધ્યાન રાખવું પડશે.આ રીતે આફ્રિકાના છાત્રોને જાહેરમાં ચેનચાળા કરવા અંગેના કાયદાની સમજ આપી હતી. એટલું જ નહીં પ્રોહીબીશન, એનડીપીએસ અને ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેનશન એક્ટના કાયદા વિશે પણ માહિતી આપી હતી.પોલીસે તેમને કહ્યું કે બધા આફ્રિકાના છાત્રો સરખા નથી.પરંતુ ગણ્યાગાંઠ્યા જે તેમણે જ પોલીસને માહિતી આપવી છાત્રો ગેરકાયદે કૃત્યો કરે છે તેમના વિશે જોઈએ.આ ઉપરાંત ટુરિસ્ટ વિઝા ઉપર આવનારા તેમના દેશના નાગરિકો પણ જો કોઇ ગેરકાયદે કૃત્યો કરતાં હોય તો આ અંગે પણ તેમણે જ પોલીસને માહિતી આપવી જોઇએ.
આ ઉપરાંત કોલેજના સંચાલકોએ આફ્રિકાના છાત્રોને ડ્રેસીંગ સ્ટાઇલ વિશે પણ ટકોર કરી હતી. મકાનમાં આફ્રિકાના પાંચથી છ છાત્રો રતનપર સહિતના ગામમાં એક જ મકાનમાં પાંચથી છ છ રહેતા હોય છે.જેમાંથી માત્ર એક છાત્ર જ ભાડા કરાર કરાવતો હોય છે.પોલીસે હવે પછી તમામ છાત્રોના નામ રેન્ટ એગ્રીમેન્ટમાં લખવા માટે કહ્યું હતું.પોલીસે આફ્રિકાના છાત્રોને પણ તેમને કોઈ ફરિયાદ કે તકલીફ હોય તો તે વિશે જાણ કરવા કહ્યું હતું.જેમાં આફ્રિકાના છાત્રોએ રતનપરના ગ્રામજનો પોતાને શંકાની નજરે જોતા હોવાની ફરિયાદ કરી હતી.