રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હું પણ આ રીતે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો: ત્રણ રાજ્યોના સુકાનીની પસંદગી વિષે બોલ્યા મોદી

11:49 AM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોની પસંદ ભારતીય જનતા પાર્ટી છે. મોદીએ કહ્યું કે જનતા વચ્ચે આ વાત પર સહમતિ છે કે દેશને ગઠબંધન સરકારની જરૂૂર નથી, કારણ કે આવી સરકારના સમયમાં આશાને ઝટકો લાગ્યો અને દુનિયામાં ભારતની છબી ખરાબ થઇ. ભાજપ તરફથી ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીના રૂૂપમાં નવા ચહેરા સામે લાવવા પર તેમને નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, આ એક લેટેસ્ટ પ્રવૃતિ જેવું લાગી શકે છે પરંતુ આ પાર્ટી માટે નવું નથી.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તે ભાજપની અંદર આ પરંપરાનું સૌથી સારૂૂ ઉદાહરણ છે. મોદીએ કહ્યું કે, જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો તેમની પાસે કોઇ પૂર્વ વહીવટી અનુભવ નહતો અને તે વિધાનસભા માટે પણ ચૂંટાયા નહતા. મહત્ત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી વર્ષ 2001માં કેશુભાઇ પટેલ પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે મોટાભાગની બીજી પાર્ટીઓ પરિવારવાદી પાર્ટીઓ છે અને તેમણે લોકતાંત્રિક મંથન કઠિન લાગે છે.

Tags :
gujaratgujarat newsindiaindia newspm narendra modi
Advertisement
Next Article
Advertisement