For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની ઇમ્પેક્ટ ફીની મુદતમાં ત્રીજી વખત વધારો

03:39 PM Dec 16, 2023 IST | Bhumika
ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની ઇમ્પેક્ટ ફીની મુદતમાં ત્રીજી વખત વધારો

છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં ઇમ્પકેટ ફી ભરવાની મુદ્દત લંબાવવા અંગે વિચારણા ચાલી રહી હતી. જેમાં 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થઈ રહી હતી. આ વચ્ચે હવે રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજી વાત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરી હજી 6 મહિનાનો વધારો કરાયો છે. જો કે, ઇમ્પેકટ ફીના કાયદામાં કેટલીક જોગવાઇઓના કારણે 50 ટકાથી વધુ બાંધકામો રેગ્યુલર થઇ શકે તેમ નથી, તેના કારણે જ અરજીઓ ઓછી આવી છે.

Advertisement

નોંધનીય છેકે ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ હતી.

છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જેમાં રાજ્ય સરકારની ધારણા કરતાં ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેશે.
રાજ્યમાં ગેરકાયદેસર અને પરવાનગી વગરના બાંધકામોની સંખ્યામાં ઘણો વધારો થયો હતો જે માટે સરકારે ઓક્ટોબર-22માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર આપવા કવાયત કરી હતી. જોકે હવે સવા વર્ષની મુદત પૂર્ણ થઈ ગયા બાદ 17 ડિસેમ્બરથી 6 મહિનાનું એક્સ્ટેન્શન જાહેર કર્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement