સુરત સામૂહિક દુષ્કર્મનો ત્રીજો આરોપી અમદાવાદ રેલવે સ્ટેશનેથી ઝડપાયો
ગુજરાત છોડે તે પહેલાં રેલવે સ્ટેશનેથી ઝડપી લેવાયો
સુરતમાં માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ રેલવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા જ્યારે પોલીસ અન્ય બે આરોપીની ધરપકડ કરવા ગઇ હતી, તે દરમિયાન આ ત્રીજો આરોપી ફરાર થઇ ગયો હતો.
અમદાવાદ રેલવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા જ્યારે પોલીસ અન્ય બે આરોપીની ધરપકડ કરવા ગઇ હતી, તે દરમિયાન આ ત્રીજો આરોપી ફરાર થઇ ગયો હતો.
સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ મામલે અમદાવાદ રેલવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ગેંગરેપની ઘટના બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. તે સમયે આ ત્રીજો આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે હવે આરોપી રામ સજીવન ઉર્ફે રાજુની ધરપકડ થઇ છે. રામ સજીવન ગુજરાત બહાર નાસી જાય તે પહેલાં પોલીસે પકડી પાડ્યો છે. પશ્ચિમ રેલવેની ટીમે અમદાવાદથી ત્રીજા આરોપીની ધરપકડ કરી છે.સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સગીરા તેના મિત્ર જોડે બેસી હતી, ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ આચર્યું હતુ.
અજાણ્યા લોકોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. જે રછી સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતુ. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે અંગે હજુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.