For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોરો હવે મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા!! સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલ ચોરી

11:09 AM Dec 20, 2023 IST | Bhumika
ચોરો હવે મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા   સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલ ચોરી

Advertisement

હાલ રાજ્યમાં ચોરીની ઘટનાઓ સતત વધારો થઇ રહ્યો છે. ચોરો હવે મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા છે. ત્યારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાંથી પણ ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રીની ઓફિસમાંથી એક વેપારીનો ફોન ચોરી થયાની ફરિયાદ સામે આવી છે.

ગાંધીનગરના સ્વર્ણિમ કોમ્પ્લેક્સમાં કેબિનેટ મંત્રીઓને દરરોજ અનેક મુલાકાતીઓ મળવા આવતાં હોય છે. મહત્વનું છે કે, મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓના મોબાઈલ બહાર મૂકવાના હોય છે. આ દરમિયાન કેબિનેટ મંત્રીની ઓફિસમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં મોબાઈલ ફોનની ચોરીની ઘટના બની છે. 18મી ડિસેમ્બરે સ્વર્ણિમ સંકુલમાં કુંવરજી બાવળિયાની ઓફિસે પહોંચેલા ગાંધીનગરના કુડાસણના એક વેપારીનો 28 હજારની કિંમતનો મોબાઈલની ચોરીની થયાની ફરિયાદ સેક્ટર-7 પોલીસમાં નોંધવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement