રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તે લંગરિયા નાખ્યા છે એટલે અમારી લાઈટ ડીમ થઈ ગઈ છે : યુવાનને ધમકી આપી

05:31 PM Jul 17, 2024 IST | admin
Advertisement

શાપર-વેરાવળમાં બનેલી ઘટના: મજૂરી કામ કરતાં યુવકે એટ્રોસિટીની નોંધાવી ફરિયાદ

Advertisement

રાજકોટ નજીક આવેલ ઔદ્યોગિક વસાહત શાપર વેર્ાવળમાં રહેતા અને મજુરી કામ કરતાં યુવકના ઘરે ધસી જઈ બે શખ્સોએ ‘તે લંગરીયા નાખ્યા છે એટલે અમારી લાઈટ ડીમ થઈ ગઈ છે’ તેમ કહી બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શાપર વેરાવળ રામદેવનગર પાસે રહેતા મુકેશભાઈ નાજાભાઈ રાઠોડ (ઉ.33)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રામદેવનગરમાં જ રહેતા ધનાભાઈ ગઢવી અને રાજકોટ સદર બજારમાં રહેતા ફૈઝલ રીઝવાનભાઈ બેલીમનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાના ઘરે હતો ત્યારે પાડોશમાં રહેતા ધનાભાઈ ગઢવી અને રામદેવનગરમાં મટન મુરઘીની દુકાન ધરાવતાં ફૈઝલ બેલીમ ઘરે ધસી આવી બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફૈઝલ બેલીમે ‘હું જેમ મુરઘી કાપુ છું તેમ તારું ગળુ કાપી નાખીશ’ તેવી ધમકી આપી યુવાનને હડધૂત કર્યો હતો.

વધુમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાનની બાજુમાં રહેતા ધનાભાઈ ગઢવી અને બાજુમાં દુકાન ધરાવતાં ફૈઝલ બેલીમની દુકાનમાં લાઈટ ડીમ થઈ જતાં બન્ને આરોપીઓ ફરિયાદીના ઘરે જઈ ‘તે લંગરીયા નાખ્યા છે એટલે અમારી લાઈટ ડીમ થઈ જાય છે’ તેમ કહી ગાળો દઈ ધમકી આપી હોવાનું જણાવ્યું છે.

જસદણના જગવડ ગામે યુવાન પર હુમલો
જસદણનાં જગવડ ગામે રહેતા અને ખેતી કરતાં અશોકભાઈ જેન્તીભાઈ પટેલ (ઉ.50) પર વાડીનો જાપો બંધ કરવા બાબતે માથાકુટ થતાં કેતન પ્રવિણભાઈ પટેલ, અજય પ્રવિણભાઈ પટેલ અને પ્રવિણભાઈ બેચરભાઈ પટેલે પાઈપ વડે હુમલો કરી ઈજા કર્યાની પોલીસમાં તેમના પત્ની દિવ્યાબેન અશોકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે.

Tags :
attcatgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement