For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રસ્તાઓની ગુણવત્તા સાથે કોઇ બાંધછોડ ચલાવાશે નહીં: ગડકરી

04:54 PM Nov 27, 2025 IST | Bhumika
રસ્તાઓની ગુણવત્તા સાથે કોઇ બાંધછોડ ચલાવાશે નહીં  ગડકરી

મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય પરિવહન મંત્રીની અધિકારીઓ-ઇજારદારોને સ્પષ્ટ તાકીદ

Advertisement

કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠક ગુજરાતના રસ્તાઓના વિકાસ માટે ફળદાયી સાબિત થઈ છે, જેમાં કેન્દ્ર સરકારે રાજ્યના વિવિધ પ્રોજેક્ટ્સ માટે રૂૂ. 20,000 કરોડ મંજૂર કરવાની ખાતરી આપી છે.

બેઠક દરમિયાન નીતિન ગડકરીએ NHAI ના અધિકારીઓ અને ઈજારદારો (કોન્ટ્રાક્ટરો) ને આકરા શબ્દોમાં તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે રસ્તાઓની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જો રોડ નિર્માણ કે રિસર્ફેસિંગમાં કોઈ પણ પ્રકારની નિષ્કાળજી જણાશે, તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો સ્પષ્ટ આદેશ તંત્રને આપવામાં આવ્યો છે. તમામ પ્રોજેક્ટ્સ નક્કી કરેલી સમયમર્યાદામાં જ પૂર્ણ કરવાના કડક નિર્દેશો આપવામાં આવ્યા છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નેશનલ હાઈવે પરના ટ્રાફિક ભારણ અંગે કેન્દ્રિય મંત્રીનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના નેશનલ હાઈવે પર 35 ટકાથી વધુનું ભારણ રહે છે, તેથી આ હાઈવેની યોગ્ય મરામત અને જરૂૂરિયાત મુજબ વિસ્તૃતિકરણના કામો NHAI દ્વારા થતા રહે તે અત્યંત જરૂૂરી છે. મુખ્યમંત્રીએ ત્રણ મુખ્ય માર્ગોના અમદાવાદ - મુંબઈ, રાજકોટ - ગોંડલ - જેતપુર, અમદાવાદ - ઉદેપુર માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીની રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતા નીતિન ગડકરીએ આ બેઠકમાં જ ગુજરાત માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકાર તરફથી રૂૂ. 20,000 કરોડ મંજૂર કરવામાં આવશે. આ બેઠકમાં સુગમ રોડ કનેક્ટિવિટીને ટોચની પ્રાથમિકતા આપવા અને તમામ ઉચ્ચ અધિકારીઓ તથા ઈજારદારોને કામગીરીમાં ગંભીરતા દાખવવા સૂચના આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement