કોંગ્રેસના મહિલા સંગઠનોમાં થશે મોટા ફેરફાર
અમદાવાદ આવેલા અલકા લાંબાએ આપ્યો નિર્દેશ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા પ્રમુખ પદે અલકા લાંબાની વરણી થયા બાદ એક બાત એક એમ 27 રાજ્યોમાં અલકા લાંબાએ મહિલા સંગઠનને મજબૂત કરવા માટે મુલાકાતો કરી છે. દેશભરના મહિલા સંગઠનોમાં મોટા ફેરફાર કરવાના એંધાણ પ્રદેશ મહિલા પ્રમુખ આપ્યા છે. ત્યારે આજે અમદાવાદ ખાતેના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર તમામ જિલ્લાઓમાંથી કોંગ્રેસના મહિલા આગેવાનો તથા કાર્યકર્તાઓ આવ્યા હતા. અને પ્રથમ વખત અલકા લાંબા અને કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓની મુલાકાત થઈ હતી અને દિવસભર પ્રદેશમાં મહિલા સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેની ઠુમ્મર તથા રાષ્ટ્રીય પ્રમુખ અલકા લાંબાની આગેવાનીમાં આજે પ્રથમ વખત કાર્યકારણીની બેઠક મળી હતી.
જેમાં અલકા લાંબાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ 27 રાજ્યોની યાત્રા કરી છે આજે ગુજરાતમાં પણ પ્રથમ વખત મહિલા મોરચા સાથે મુલાકાત થવાની છે. જેમાં મહીલા કોંગ્રેસની મજબૂતી પર વાત કરવામાં આવશે અને સાથે કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રામાં સાબરમતી આશ્રમ સુધી ભાગ લેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રીજી વખત 400ની વાતો થઈ પણ તેમનો વિજય રથ રોકાઈ ગયો. ભારતમાં થતા મહિલા પર બળાત્કારની ઘટનાઓ પર આજની ચર્ચામાં મુખ્ય વાત કરવામાં આવશે.
દેશમાં મહિલાઓ પર થતા બળાત્કાર અંગે કોંગ્રેસ તથા ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપ અગાઉ લાગ્યા છે જે માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસ ના ધારાસભ્યો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ અંગે સવાલ કરાતા તેમણે જણાવ્યું હતું કે ભાજપના 54 તો કોંગ્રેસના 23 ધારાસભ્યો પર બળાત્કારના આરોપ લાગ્યા છે ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્યો ઉપર તો કડક કાર્યવાહી કરવામાં જ આવે પરંતુ સાથે સાથે ભાજપના ધારાસભ્યો ઉપર પણ યોગ્ય તપાસ થવી જોઈએ જે હાલની સરકાર દ્વારા નથી કરવામાં આવી રહી જેનું તાજું ઉદાહરણ છે ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણસિંહ જેના ઉપર કુસ્તીબાજોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. તેવા અનેક ઉદાહરણો છે જેમાં ભાજપ આરોપીઓના તરફેણમાં દેખાતી હોય છે.