જિલ્લામાં એગ્રીસ્ટેક યોજના હેઠળ ડિજિટલ ક્રોપ સરવે થશે
આ સરવેના કારણે સમગ્ર ડેટા પહેલેથી તંત્ર પાસે તૈયાર હશે, અનેક સરકારી યોજનામાં ખેડૂતોને થશે ફાયદો
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કેટલા વિસ્તારમાં મગફળી અને કપાસનું વાવેતર છે. તે હવે ઓફિસે બેઠા ખબર પડશે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કેન્દ્ર સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી રાજકોટ જિલ્લામાં હાથ ધરવામાં આવી છે જેમાં 550 જેટલા કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા છે. જેમાં ગ્રામ સહાયક ના માધ્યમથી હાલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને હાલ રાજકોટ જિલ્લામાં છ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાત જોશી એ જણાવ્યું હતું કે ગ્રામ સહાયક ખેતરે ખેતરે જાય ડિજિટલ એક થી ફોટા પાડી તેવો એપમાં માહિતી અપલોડ કરશે કેટલા એકરમાં કયા પાકનું વાવેતર છે. આ એપ્લિકેશનમાં માહિતી સમગ્ર કરવામાં આવશે. જેમના કારણે આમનાથી ચોક્કસ માહિતી તંત્ર પાસે રહેશે. જેમના કારણે ભવિષ્યમાં પીએમ કિસાન યોજના છે. અથવા તો પાક ધિરાણની યોજનાઓ ખેડૂતને લગતી યોજનાઓ આ બધી યોજનામાં એક વિશેષ ડેટા હોવાના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે. આ સર્વે શરૂૂ થઈ ગયો છે. 1 ખેતરના 15 રૂૂ. આપવામાં આવશે.
506માંથી 108 ગામોમાં પાક નુકસાની નો સરવે પૂર્ણ
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ આવવાનું સામે આવ્યું હતું જેને લઇ વરસાદ બાદ જિલ્લા પંચાયત દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં રાજકોટ જિલ્લાના 506 અસરગ્રસ્ત ગામો છે. જેમાં 57 સર્વે ટીમો કામગીરી કરી રહી છે. જેમાં 108 ગામનો સર્વે પૂર્ણ થયો છે. જેમાં 6485 હેક્ટરમાં 33%થી વધુ નુકસાની હોવાનું સામે આવ્યું છે. અંદાજે 5.5 કરોડની નુકસાની સામે આવી છે. જેમાં કપાસ, મરચી મગફળી સહિતના પાકોને નુકસાન છે. આ સર્વે એકાદ સપ્તાહમાં પૂરો કરવામાં આવશે. ત્યારબાદ સરકારમાં સોંપવામાં આવશે