ગોંડલ યાર્ડમાં દિવાળીની રજાઓ પૂર્ણ થતા ધમધમતું થયું, મુહૂર્તના સોદા કરાયા
ગોંડલ માર્કેટ યાર્ડ માં દિવાળીની આઠ દિવસ ની રજા બાદ લાભપાંચમના દિવસે વિવિધ જણસીની આવક શરુ કરવામાં આવતા સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું યાર્ડ ફરી ધમધમતુ થયુછે. લાભપાંચમના દિવસે રવિવાર હોય વેપારીઓ દ્વારા મુહૂર્તમાં હરાજીના સોદા કરવામાં આવ્યા હતા.
આજે સોમવાર થી રાબેતા મુજબ હરાજી અને ઓફિસનું કામકાજ શરૂૂ કરવામાં આવ્યું છે. યાર્ડમાં મગફળી, ડુંગળી, સોયાબીન, લસણ, કપાસ સહિતની જણસીની આવક થવા પામી હતી. મગફળીની 50 હજાર ગુણીની આવક થવા પામી હતી.હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ રૂૂપિયા 900 થી રૂૂપિયા 1221 ભાવ બોલાયો હતો. જ્યારે સોયાબિનના અંદાજે 25 હજાર કટ્ટાની આવક થવા પામી હતી.હરાજીમાં સોયાબિનના 20 કિલોના ભાવ રૂૂપિયા 800 થી રૂૂપિયા 880 ભાવ બોલાયો હતો. કમોસમી વરસાદની અગાહીને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન જણસીની આવક બંધ કરવામાં આવી છે.
