ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાત

04:49 PM Sep 19, 2025 IST | Bhumika
Advertisement

જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જાવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જાવા મળ્યા. ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીરતા નોંધ લીધી છે. અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર ન રહ્યા હતા. આ બાદ પ્રતાપ દૂધાતને હાંકી કાઢવાની ચર્ચાઓ શરૂૂ થઈ હતી.

Advertisement

ત્યારે આ મામલે પ્રતાપ દૂધાતનો મોટો ખુલાસો આવ્યો છે. કોંગ્રેસની પ્રાશિક્ષણ શિબિરમાં ગેરહાજરનો મુદ્દો વકર્યા બાદ પ્રતાપ દૂધાતે ખુલાસો કરતા કહ્યું કે, કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી. મારે ઘરે કોઈનું દુ:ખદ અવસાન થયું હોવાથી મેં ગેરહાજર રિપોર્ટ મુક્યો હતો. પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી.

પાર્ટીમાંથી કોઈએ હાઇકમાન્ડને મિસ ગાઈડ કર્યા છે, તેનો જવાબ કોંગ્રેસ આપશે. હાલ પક્ષમાં નિષ્ક્રિય રહેવાનું કારણ પારિવારિક હતું, જે અમુક રાજકીય લોકોને ખબર હતી. મારા માટે મારા પરિવારથી વિશેષ મારે કંઈ ન હોઈ શકે.તો બીજી તરફ, પ્રતાપ દુધાતે નામ લીધા વગર પાર્ટીમાં કેટલાક લોકો કિન્નખોરી રાખતા હોવાનો આક્ષેપ કર્યો. જે લોકોએ અટકચાળો કર્યો છે તે મીડિયા મારફતે ખબર પડી જશે. પ્રતાપ દુધાતે શિસ્ત બહાર ક્યારે કામ કર્યું નથી અને કરશે પણ નહીં.

Tags :
Congressgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement