For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિલકત વેંચાણની રોકડમાં મળેલી રકમથી ખરીદી કરી હોય તે જાહેર કરવાની જરૂર નથી

03:55 PM Jul 20, 2024 IST | Bhumika
મિલકત વેંચાણની રોકડમાં મળેલી રકમથી ખરીદી કરી હોય તે જાહેર કરવાની જરૂર નથી
Advertisement

ઇન્કમટેક્સ એકટની કલમ-54 હેઠળ મુકિત (એકઝમ્પશન)નો દાવો કરતી વખતે વેચાણની રોકડમાં મળેલી રકમ જાહેર કરવાની કોઇ આવશ્યકતા નથી એમ ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના ચુકાદા મારફ્તે ઠરાવ્યું છે.
ઇન્કમટેક્સ એકટની કલમ-54 હેઠળ મુકિતના દાવાને ફ્ગાવી દેવાના સેટલમેન્ટ બોર્ડના સંબંધિત હુકમને તેટલા પૂરતો જસ્ટિસ ભાર્વગ ડી.કારીઆ અને જસ્ટિસ નિરલ આર.મહેતાની ખંડપીઠે રદબાતલ ઠરાવ્યો હતો અને સેટલમેન્ટ બોર્ડના હુકમમાં સુધારો કરવા સાથે આ ચુકાદો જાહેર કર્યો હતો.

ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે ઇન્કમટેક્સ એકટની કલમ-54ની જોગવાઇ ધ્યાને લેતાં તેમાં એવું કયાંય નિર્દેશિત થતું નથી કે, જેમાં ઇન્કટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કલમ-54 હેઠળના મુકિતના દાવા વખતે વેચાણની રોકડમાં મળેલી રકમને જાહેર કરવી પડે.

Advertisement

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત તા.6-3-2018ના રોજ અરજદારના ત્યાં સર્ચ પ્રોસિડિંગ્સ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમ્યાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને મટિરીયલ્સ મળી આવ્યા જે જપ્ત કરાયા હતા. બાદમાં આઇટી એકટની કલમ-153-એ હેઠળની કાર્યવાહી શરૂૂ કરાઇ હતી. જેથી અરજદારે સેટલમેન્ટ કમિશનર સમક્ષ વર્ષ 2011-12થી વર્ષ 2018-19 દરમ્યાનની કુલ આવક રૂૂ.2,99,15,288 જાહેર કરી હતી. અરજદારે એમ પણ જણાવ્યું કે, જમીનના ખરીદ-વેચાણના વ્યવહારો થકી અઘોષિત આવક મેળવી છે. જેની સામે મિલ્કતના વેચાણ માટે બિનહિસાબી વેચાણની રકમમાંથી બંગલાના બાંધકામમાં બિનહિસાબી રોકાણ પણ અરજદારે જાહેર કર્યું હતું.

અરજદારે રહેણાંક બંગલાના વેચાણ પર મળેલા લાંબા ગાળાના મૂડી નફા પર ઇન્કમટેક્સ એકટની કલમ-54 અન્વયે મુકિતનો દાવો કર્યો હતો. પરંતુ તે સેટલમેન્ટ બોર્ડ દ્વારા નામંજૂર કરાયો હતો.

જેને પગલે હાઈકોર્ટની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે, આઇટી એકટની કલમ-54 હેઠળ મુકિતનો દાવો નામંજૂર કરવાનો સેટલમેન્ટ બોર્ડનો નિર્ણય કાયદાકીય જોગવાઇથી સુસંગત નથી. સેટલમેન્ટ બોર્ડનો નિર્ણય ભૂલભરેલો છે. હકીકતમાં, અરજદાર કલમ-54 હેઠળના ડિડકશન(કપાત) માટે હકદાર છે. કારણ કે, રૂ.2,40,14,000ની રોકડ રકમના સંદર્ભમાં અરજદારે અઘોષિત આવકના ભાગરૂપે આ વેચાણ પહેલેથી જ જાહેર કર્યું છે અને અરજદારે બંગલાની મિલ્કત ખરીદીમાં રોકાણ કર્યું છે. હાઇકોર્ટે સેટલમેન્ટ કમિશનનો રૂ.2,40,14,000ની રોકડ પૂરતુ કપાત(ડિડક્શન) નકારવાના નિર્ણયને કાયદાકીય જોગવાઇથી વિપરીત ગણાવી રદબાતલ ઠરાવ્યો હતો.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અરજદાર કલમ-54 હેઠળ કપાત(ડિડકશન)નો લાભ મેળવવા હકદાર છે કારણ કે, અરજદાર દ્વારા અઘોષિત આવકના ભાગરૂૂપે રોકડમાં મેળવેલી રકમ મિલ્કતની ખરીદીમાં ચૂકવવામાં આવી છે, તેથી એક વખત જયારે તે અઘોષિત આવક જાહેર કરી દેવાઇ છે ત્યારે અરજદારને કલમ-54 હેઠળ ડિડકશનનો લાભ મળવાપાત્ર બને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement