સાંઢિયા પુલમાં કોઇ ખામી નથી, તપાસ પૂર્ણ
શહેરના જામનગર રોડ પર રૂા.74.32 કરોડ રોડના ખર્ચે ફોરલેન પુલનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન ગઇકાલે માધાપર ચોકડી તરફના મેઇન સ્લેબ સિવાયની એક પ્લેટની બેલટ તૂટી જતા મનપાના અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડીગયા હતા ઇજનેર દ્વારા નિરક્ષણ કર્યા બાદ જણાવેલ કે, કામમાં કોઇ ખામી નથી પરંતુ પ્લેટ હલી જવાના કારણે સ્બેલ બેસી ગયેલ આથી આ ભાગમાંથી ફ્રેસ ક્રોક્રીટ દૂર કરી રી-સેન્ટ્રરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.74.32 કરોડનાં ખર્ચે જામનગર રોડ સ્થિત હયાત સાંઢિયા પુલને ડીસ્મેન્ટલ કરીને નવો ફોર લેન બ્રિજ બનાવવા માટે તા.14/03/2024 નાં રોજ વર્ક ઓર્ડર આપીને સાંઢિયા પુલની કામગીરી શરૂૂ કરવામાં આવેલ હતી.
ગઇકાલે જામનગર રોડ ઉપર નવનિર્મીત સાંઢીયા પુલના (માધાપર ચોકડી તરફ) નાં ડેક સ્લેબનાં ક્રોક્રીટ કામ દરમિયાન મેઇન સ્લેબ સિવાયનાં કેન્ટીલીવર પોર્શનમાં એક પ્લેટની નીચે બોલ્ટ તૂટી જવાથી પ્લેટ બેસી જવાનું ધ્યાને આવતાં તાત્કાલિક ધોરણે તેટલા ભાગમાંથી (1.20 મી. લંબાઇની 1-પ્લેટ) ફ્રેસ ક્રોક્રીટ દૂર કરીને લાઇન લેવલ માટે અન્ય ચાર પ્લેટ કાઢીને તેટલા ભાગમાં રી-સેન્ટ્રરીંગ કરવાની કામગીરી કરવામાં આવેલ અને ક્રોક્રીટ કામ પૂર્ણ કરવામાં આવેલ છે તથા મેઇન ડેક સ્લેબની ચકાસણી કરેલ છે. તથા તેમાં કોઇપણ જાતની ત્રુટી જણાયેલ નથી. આમ, આ ઘટનાથી ટેકનિકલી તથા ક્વોલીટી બાબતનો કોઇપણ જાતની ક્ષતિ ન હોય, બોલ્ટ તૂટવાનાં કારણે ફકત એક પ્લેટ બેસી જતાં તે પોર્શનમાં સુધારા સાથે સ્લેબ કાસ્ટીંગનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. વિશેષ તકેદારી હેતુથી ક્રોક્રીટ કામની ગુણવતા ચકાસણી માટે વિજીલન્સ શાખા (ટેક.) દ્વારા સેમ્પલ પણ લેવામાં આવેલ છે. વધુમાં હાલ સાંઢિયા પુલ અંદાજીત 65% કામગીરી પૂર્ણ થયેલ છે.