કેશોદ પાલિકાની ડિમોલિશનની કામગીરી સામે લોકોમાં ભારે રોષ
કેશોદ નગરપાલિકા દ્વારા નદીકાંઠા પુલ પાસે ગાંધીનગર જવાના રસ્તા પર આજે ડીમોલેશન કરવામાં આવ્યું હતું ડીમોલેશન થાય તે પહેલાં અગીયાર લોકો ને આવા ગેરકાયદેસર દબાણ પરથી ખસી જવા માટે નોટિસ પાલિકા દ્વારા આપવામાં આવી હતી ત્યારે આજે આવા અગીયાર જેટલા આસામીઓ માંથી એક વિધવા બહેન નું ગેરકાયદેસર મકાન ને તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ધણાને નોટિસ પાલિકાએ આપી છે તો બીજા કોઈ દબાણ દુર કયો નથી અને મારા એકના મકાનને તોડી નાંખ્યું છે ત્યારે મારે એક નાના દિકરા સાથે અત્યારે ક્યાં રહેવા જવું ? તેવો સવાલ પણ તંત્રના અધિકારીઓને કયોે છે તો બીજી તરફ ગાંધીનગર તરફથી શહેરમાં અવર જવર કરતાં આ પુલ વાળા રોડ પર અવાર નવાર ટ્રાફિક જામ થઇ જાય છે અને નદી કાંઠાના ગેરકાયદેસર દબાણથી ગયકાલે ભારે વરસાદ થતાં તંત્ર બે બાકળુ થઈ અને ગેર કાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી પરંતુ નોટિસ મળેલા અગીયાર આસામીઓમાંથી હાલમાં માત્ર એક આશામી નું મકાન ને તોડવામાં આવતાં ભોગ બનનાર લાભાર્થીએ નગરપાલિકા ની આ કામગીરીને લયને રોષ વ્યક્ત કર્યો હતો.