For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલા નજીકની હિંડોરણા ચોકડીએ પોલીસ ચોકી ઊભી કરવાની તાતી જરૂરિયાત

11:47 AM Dec 28, 2023 IST | Bhumika
રાજુલા નજીકની હિંડોરણા ચોકડીએ પોલીસ ચોકી ઊભી કરવાની તાતી જરૂરિયાત

રાજુલાથી ત્રણ કિલોમીટર દૂર નેશનલ હાઈવે ઉપર હિંડોરણા ચોકડી આવેલી છે ત્યાં વર્ષો પહેલા લોક સહયોગથી પોલીસ ચોકી બની હતી પણ તે પોલીસ સ્ટેશન નેશનલ હાઇવે ફોર ટ્રેક બનવાથી તોડી પાડવામાં આવેલ અત્યારે આ હિંડોરણા ચોકડી જે તારાપુર ચોકડી જેવી ધમધમતી છે આ વિસ્તારમાં અનેક નાની-મોટી મહાકાય કંપનીઓ છે જેમાં સિંટેક્સ કંપની એશિયાની મોટી કંપની છે તેમાં હજારો માણસો કામ કરી રહ્યા છે તેમ જ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની પણ મહાકાય કંપની છે તેમ જ પીપાવાવ પોર્ટ અનેક લોજિસ્ટિક અને બીજી ટ્રાન્સપોર્ટ કંપનીઓ તેમજ નાના મોટા અનેક ઉદ્યોગો આવેલા છે અને આ ચોકડી થી જ પસાર થવું પડે છે.આ ચોકડી ઉપર 24 કલાક વાહનોનો ધમધમાટ ચાલુ હોય છે તદ ઉપરાંત આ નેશનલ હાઇવે પણ હોય જેના લીધે મહાકાય વાહનો આ ચોકડીએ વિરામ કરતા હોય છે રાત્રી રોકાણ કરતા હોય છે જેથી અનેક નાના મોટા બનાવો જેવા કે આખે આખા ટ્રક ઉપાડી જવા તેમજ ટ્રકમાંથી માલ ચોરી કરવી લૂંટફાટ કરવી દારૂૂ પીધેલી હાલતમાં અનેક લોકો દંગલ મચાવતા હોય છે ડીઝલ ચોરી કરવી બેટરી ચોરી કરવી વગેરે અનેક બનાવો આ ચોકડી ઉપર બનતા હોય છે જ્યારે આ હિંડોરણા ચોકડી ઉપર પોલીસ ચોકી તેમજ ચોકીનું મકાન ન હોવાથી અનેક નાના મોટા બનાવો બનતા હોય છે.

Advertisement

જેથી રાજુલા પોલીસને ત્યાં દોડી જવું પડે છે જો પોલીસ ચોકી હોય તો આવા નાના-મોટા બનાવો માં નજર રહી શકે છે તેમજ ટ્રાફિક નો પ્રશ્ન પણ હલ થઈ શકે તેમ છે જેથી તુરંત માં આ પ્રશ્ન નો ઉકેલ પણ આવી શકે અને અસામાજિક તત્વો પણ ઘણા કાબૂ માં રહે જ્યારે ચૂંટણી હોય કે તહેવાર હોય ત્યારે રાજુલા પોલીસ ત્યાં ચેકિંગ કરવા માટે ટેન્ટ ઉભા કરવા પડે છે જેથી આ સ્થળે પોલીસ ચોકીનું સારું મકાન બને તે જરૂૂરી છે.પોલીસ હોય તેવું ખૂબ જ જરૂૂરી છે પણ આ મકાન બનાવવા માટે નાના મોટા ઉદ્યોગોનો આર્થિક સહયોગ માગવામાં આવે તો મકાન પણ બની શકે અને તે મકાન સુવિધા વાળું પણ બની શકે પણ આ કામ કોણ કરશે? ક્યારે કરશે કરશે કે કેમ તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે અને લોકો ની લાગણી અને માગણી છે જેને સીધી રીતે ધંધા રોજગાર કરવા છે તેઓ આ પોલીસ ચોકીની તાતી જરૂૂર છે તેવું કહી રહ્યા અને લોક મુખે સાંભળવા મળે છે.

રાજુલા તાલુકામાં અનેક નાની મોટી કંપનીઓમાં ભારત દેશમાંથી કોઈ રાજ્ય બાકી નહીં હોય કે જે આ કંપનીઓમાં નાના માણસોથી માંડીને મોટા અધિકારીઓ અને બહાર ના રાજ્ય ના લોકો હજારોની સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે કામ ધંધા કરી રહ્યા છે અને તેના માટે પણ આ સુવિધા જરૂૂરી છે તેવું લોક મુખે સાંભળવા મળે છે શું તંત્ર આ બાબતે ધ્યાન આપશે ખરું ?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement