રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાનના અંગત સચિવ ગુજરાતની બાગડોર સંભાળવા આવે તેવી શકયતા

03:30 PM Jul 15, 2024 IST | admin
Advertisement

ઙખઘમાં 10 વર્ષ સુધી ફરજ ઉપરાંત વર્લ્ડ બેન્કમાં પણ એડવાઇઝર રહી ચૂકયા છે. કે.કે.ની કમાન્ટ હવે રાજીવ ટોપનોને સોંપાશે

Advertisement

ગુજરાત કેડરના 1996ની બેચના આઇએએસ અધિકારી રાજીવ ટોપનો એક એવા અધિકારી છે કે જેઓ સતત 15 વર્ષથી ગુજરાત બહાર ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે હવે તેઓ ગુજરાત પાછા આવી રહ્યાં છે. ડેપ્યુટેશનના 15 વર્ષ પૈકી 10 વર્ષ સુધી તો તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બતાવી છે.

તેઓ વર્લ્ડબેન્કમાં સિનિયર એડવાઇઝરની ફરજ બજાવીને પાછા આવ્યા છે. રાજીવ ટોપનોએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના કાર્યાલયમાં ફરજ બજાવી છે. ગુજરાતમાં તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવે તેવી શક્યતા છે.

વર્ષ 2020માં વડાપ્રધાન કાર્યાલયમાંથીછ રાજીવ ટોપનોની વર્લ્ડ બેંકમાં સલાહકાર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. હાલમાં જ અનેક વખતના એકસટેન્શન બાદ કે.કૈલાસનાથન નિવૃત્ત થયા છે. તેમના સ્થાને બહોળો અનુભવ અને વડાપધાનના ખાસ ગણાતા રાજીવ ટોપનોની ગુજરાત મુખ્યમંંત્રી કાર્યાલયમાં પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે નિમણુંક થાય તેવું સુત્રો જણાવી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsIAS
Advertisement
Next Article
Advertisement