સુરતમાં બે નંબરના રૂપિયા છે, આ પૈસાના કારણે દીકરીને બાળક નહીં થાય
આહિર સમાજના અગ્રણી ગીગા ભમ્મર ચારણ-ગઢવી સમાજ પર કરેલી વિવાદીત ટીપ્પણીને લઈ ચર્ચામાં છે. ત્યારે ફરી એકવાર તેમનો વિવાદ ભરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સુરત ઉપર વિવાદી કોમેન્ટ કરતા જોવા મળે છે. સુરત શહેર વિશે ગીગા ભમ્મરે કહ્યું કે, સુરતમાં બે નમ્બરના રૂપિયા આવે છે.
ભાવનગરના કાર્યક્રમમાં ગીગા ભમ્મરે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, સુરતના રૂૂપિયાને દાનમાં ન લેવા જોઈએ. વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજ પર બફાટ કર્યો હતો. જેનો વિવાદ માંડ માંડ શાંત થયો છે ત્યારે ફરી એકવાર તેમના બફાટનો વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં ગીગા ભમ્મર જણાવી રહ્યાં છે કે, સુરત પૈસા ખૂબ ખરાબ છે, હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. સુરતના પૈસા એટલે કે, 15થી 20 ટકાના પૈસા હોય છે. જે તમામ બગાડી દે છે. જે પૈસાના કારણે એકય દીકરીને બાળક નહી થાય. તે પૈસા દેહ વ્યપારના પૈસા હોય છે. યાદ રાખજો સુરતમાં કોઈ રહેવા ન જતા. પાછા આવી જાઓ અહીં બે ભેસ વધારે ચારજો. તેમણે રાજકારણ મુદ્દે પણ કહ્યું હતું કે, પહેલા કોઈ રાજકારણ જાણતા ન હતા ત્યારે હું રાવણ હતો. ત્યારે ઉજઙ પણ મને બદલી માટે પૂછતા હતા.