For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ધોળા દિવસે બે મકાનમાંથી રૂા.4.81 લાખની ચોરી

11:42 AM Jul 19, 2024 IST | Bhumika
રાજકોટમાં ધોળા દિવસે બે મકાનમાંથી રૂા 4 81 લાખની ચોરી
Advertisement

શિવશક્તિ સોસાયટીમાં ચોરી કરનાર તસ્કર સીસીટીવીમાં કેદ, મહિલાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા.3.35 લાખની ચોરી, રિક્ષાચાલકના બંધ મકાનમાંથી રૂા.1.46 લાખની મતા ઉસેડી ગયા

રાજકોટમાં બેફામ બનેલા તસ્કરો અવાર-નવાર ચોરીને અંજામ આપે છે. પોલીસના કહેવાતા ચેંકીગ અને પેટ્રોલીંગ છતા ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટની શિવશક્તિ સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે બે મકાનમાંથી રૂા.4.81 લાખની મતાની ચોરી થયાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકમાં નોંધાઇ છે. મહિલાના ઘરમાંથી રૂા.3.35 લાખ અને રીક્ષા ચાલકના બંધ મકાનમાંથી રૂા.1.46 લાખની મતા ચોરી થઇ છે. આ બનાવમાં એક શંકમંદ સીસીટીવીમાં કેદ થયો હોય જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શિવશક્તિ સોસાયટી શેરી નં.1માં બે મકાનમાં બનેલી ચોરીની ઘટનામાં મંગુબેન લાખાભાઇ ખાટરીયા, પોતાનું મકાન બંધ કરી કારખાને મજુરી કામે ગયા હતા. જ્યારે તેમના પાડોશમાં રહેતા મયુરભાઇ કનુભાઇ લખલાણી કે જે રીક્ષા ચાલવતા હોય તે મકાન બંધ કરીને રીક્ષાના ફેરા કરવા ગયા હતા. ત્યારે આ બંન્ને તસ્કરે નિશાન બનાવ્યું હતું.

મંગુબેનના મકાનના તાળા તોડી સોનાનું 5 તોલાનું હાર તેમજ અન્ય સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત રૂા.3.35 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા.જ્યારે નજીક રહેતા રિક્ષા ચાલક મયુરભાઇના મકાનમાંથી રૂા.20 હજાર રોક્ડ તેમજ સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.46 લાખની મતા ચોરી ગયા હતા. રીક્ષા ચાલક મયુરભાઇના ઘરે ઓટલો બનાવવાનો હોય તે રીક્ષામાં ઇટો ભરીને બપોરે ઘરે આવ્યા. ત્યારે ચોરીની જાણ થઇ હતી. દરવાજાના તાળા તોટેલા હોય તપાસ કરતા ઘરમાં ચોરી થયાનો માલુમ પડ્યો હતો. દરમિયાન પાડોશમાં રહેતા મંગુબેનના ઘરે પણ ચોરી થયાની જાણ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા સીસીટીવીમાં એક શખ્સ કેદ થયો હોય. આ બંન્ને ચોરીમાં આ શંકમંદની સંડોવણીની શંકાએ વધુ તપાસ શરૂ કરાઇ છે.

ન્યારા પમ્પિંગ સ્ટેશનમાંથી રૂા.1.45 લાખના વાયરની ચોરી

રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી પાસે આવેલા ન્યારા પંપીગ સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પંપીગ સ્ટેશનના મોટરનો કેબલ સહિત રૂા.1.45 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ મામલે રાજકોટના માધાપર ચોકડી પાસે બેકબોન રેસીડેન્સી ફલેટ નંબર આઇ-202માં રહેતા અને મહાનગરપાલિકા વોટર વર્કસ વેસ્ટ ઝોનમાં એડીશનલ આસીસ્ટન્ટ એજીનીયર તરીકે ફરજ બજાવતા સુરેશકુમાર પરથીભાઇ બામણ્યાએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા સતા મંડળ હસ્તકના ન્યારા પંપીગ સ્ટેશનની પાછળની દીવાલ કૂદી તસ્કરો 30મીટરનો કોપર કેબલ ચોરી કરી ગયાનું જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement