રૂા.11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : જાણભેદુ શખ્સની ધરપકડ
અગાઉ મજૂરી કામે આવતા શખ્સે ધરોબો કેળવી પરિવાર બહારગામ જતાં હોવાનું જાણી ચોરીને અંજામ આપ્યાની કબુલાત, રોકડ કબજે લેવાઈ
જામનગર શહેર નાં.પોષ વિસ્તાર ગણાતા આરાધના સોસાયટીમાં એક બંધ રહેણાક મકાન મથી ગત સપ્તાહે રૂૂ. 11 લાખ ની રોકડ રકમ ની ઘરફોડ ચોરી થવા પામી હતી. આ બનાવની તપાસમાં એલસીબીએ ચોરીને અંજામ આપનાર શખ્સને ઝડપી પાડયો છે. અને ચોરી કરેલ તમામ રોકડ કબજે કરી છે. મકાનમાં રહેતા પરિવાર સાથે ત્રણેક વર્ષ થી સંપર્કમાં રહેલા ખંભાળિયા તાલુકાના પીપળીયાના શખ્સે ચોરી ની કબૂલાત આપી છે.
જામનગરના ગુરૂૂદત્તાત્રેય મંદિર રોડથી સરૂૂ સેક્શન તરફ જવાના રોડ પર આવેલા વી માર્ટ પાછળ આરાધના સોસાયટીમાં રહેતા પેટ્રોલપંપ સંચાલક રમેશભાઈ કુંડલીયા નામના આસામી સાતમ-આઠમના તહેવારમાં પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા. તેમના પાંચેક દિવસ બંધ તેમના મકાનમાંથી રૂૂ. 11 લાખ રોકડાની ચોરી થઈ હતી. ગયા શનિવારે રાત્રે ઘેર આવેલા રમેશભાઈ તથા પરિવારે ઘરમાં માલસામાન વેરણછેરણ જોયા પછી તપાસ કરાતા કબાટમાંથી રૂૂ. 11 લાખની રોકડ ચોરી થઈ હોવા નું જણાયું હતું.
આથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે ની તપાસ માટે સિટી બી ડિવિઝન ના પીઆઈ પી.પી. ઝા તથા એલસીબી પી આઈ વી.એમ. લગારીયા અને સ્ટાફ દોડી ગયા હતા. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ ચોરીની તપાસ માટે ખાસ ટીમની રચના કરી હતી. તે ટૂકડીએ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. તે મકાનમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચોરીનો બનાવ કેદ થયો હતો. તે દરમિયાન એલસીબીના સ્ટાફ ને બાતમી મળી હતી કે, આ ચોરીમાં ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામનો લખમણ માંડણભાઈ અસ્વાર સંડોવાયેલો છે. અને હાલ તે શખ્સના સમર્પણ સર્કલ થી આગળ આવ્યો હોવાની બાતમી મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો.અને પોલીસ સ્ટાફ એ આરોપી લખમણ માંડણ અસ્વાર (ઉ.વ.36) ની અટક કરી તેની તલાશી લેતા તેની પાસે રહેલા થેલામાંથી કુલ રૂૂ. 11 લાખ ની રોકડ મળી આવી હતી. તે રકમ પોલીસે કબ્જે કરી લખમણ.ને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ શરૂૂ કરાઈ હતી. જેમાં આ ચોરીનો ભેદ ખૂલી જવા પામ્યો છે.
ઉપરોક્ત શખ્સે ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. ત્રણેક વર્ષ પહેલાં લખમણ પેટ્રોલપંપ સંચાલક રમેશભાઈના નવા બનતા મકાનમાં મજૂરીકામે આવતો હતો. તે પછી તેણે ઘરોબો કેળવી લીધો હતો અને ઉપરોક્ત પરિવાર તહેવારમાં બહારગામ જવાનો હોવાની જાણ થઈ જતાં તેણે ઉપરોક્ત મકાનમાં ઘૂસી ચોરીને અંજામ આપી નસી છૂટ્યો હતો.
પરંતુ આ શખ્સ આખરે પકડાઈ હતો.
આજે સવારે આ શખ્સને પત્રકારો સમક્ષ લાવી એસપી પ્રેમસુખ ડેલુએ વિગતો આપી હતી. આ શખ્સ સામે વર્ષ 2021માં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના જુદા જુદા બે ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સે પેટ્રોલપંપ સંચાલકના મકાનમાં તે મકાનની ચાવી થી જ પ્રવેશી ચોરી કર્યાની કબૂલાત આપી દીધી છે. આ શખ્સની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીમાં પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઈ પી.એન. મોરી તેમજ સ્ટાફના દિલીપ તલાવડીયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, વનરાજ મકવાણા, ધાનાભાઈ મોરી, અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોર પરમાર, દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, બિજલ બાલાસરા, શરદ પરમાર, હિરેન વરણવા,, બળવંતસિંહ પરમાર, કલ્પેશ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
આરોપી ત્રણ વર્ષથી ફરિયાદી પરિવાર સાથે સંપર્કમાં હતો
પરિવાર સાથે ઘરોબો કેળવી જાણકારી પ્રાપ્ત કર્યા પછી આ શખ્સે ચોરીને આપ્યો અંજામપેટ્રોલપંપ્ વાળા રમેશભાઈના નવા બનતા મકાનમાં ત્રણ વર્ષ પહેલાં મજૂરીકામે આવતા લખમણે જે તે વખતે આ પરિવાર સાથે ઘરોબો કેળવ્યો હતો. દર શનિ-રવિવારે રમેશભાઈના ઘેર આવી આ શખ્સ સંપર્ક ગાઢ બનાવી રહ્યો હતો અને આ શખ્સે ઘરની ચાવી ક્યા રાખવામાં આવે છે તેનાથી માંડી સ્લાઈડીંગ ડોરથી કેવી રીતે ઘૂસી શકાય તેની પણ વિગતો મેળવી રાખી હતી અને આ પરિવાર પેટ્રોલપંપ પરથી મળતી મોટી રકમ ઘરમાં જ રાખતો હોવાની જાણકારી પણ મેળવી હતી. ત્યારપછી સાતમ-આઠમમાં રમેશભાઈનો પરિવાર બહારગામ જતાં તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો 5રંતુ પોલીસની તપાસમાં આ શખ્સ ની કરતૂત નો ભાંડો ફૂટી ગયો છે.
બહારગામ જતાં પહેલાં પોલીસને જાણ કરવા એસપીનો અનુરોધ
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આજે વધુ એક વખત નગરજનોને જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ દાગીના કે મોટી રોકડ ઘરમાં ન રાખવી જોઈએ અને પરિવાર સાથે પ્રસંગોપાત બહારગામ જવાનું થાય ત્યારે નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી જાણ કરવી જોઈએ. તેમજ રોકડ કે દાગીના ની લેતીદેતી બહાર ના વ્યક્તિ ની હાજરીમાં નહી કરવી જોઈએ.તેમ પણ એસ પી એ જણાવ્યું હતું.