ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આંબેડકરનગરના યુવકે કામધંધો નહીં મળતા આર્થિક સંકડામણથી કંટાળી કર્યુ વિષપાન

04:30 PM Jul 25, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

આર્યનગરમાં રસોઇ બનાવતો યુવાન અકસ્માતે દાઝયો

Advertisement

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે કામ ધંધો નહીં મળતા આર્થિક સંકડામણથી કંટાળી એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા પ્રવીણ ગેલાભાઈ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પ્રવીણ મકવાણા ચાર ભાઈમાં નાનો છે અને તેને સંતાનમાં બે પુત્ર છે પ્રવીણ મકવાણા કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ કામ ધંધો નહીં ચાલતાં આર્થીકભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સંત કબીર રોડ ઉપર આવેલા આર્યનગરમાં રહેતા રણજીત રતનભાઇ રાય નામનો 28 વર્ષનો યુવાન રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ચૂલા ઉપર રસોઈ બનાવતો હતો ત્યારે અકસ્માતે દાઝી ગયો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
alcohjolalcoholcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement