ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શાપરમાં ચાર નશેડીએ માર મારી મોબાઇલની લૂંટ ચલાવ્યાનો યુવકનો આરોપ

01:57 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

શાપર વેરાવળમાં ચાર નસેડી શખ્સોએ યુવકને માર મારી રૂૂ.10,000 ની કિંમતના મોબાઈલની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા ભૂમિગેટ પાસે ભારદ્વાજ ટ્રાન્સપોર્ટ નજીક વિપનકુમાર ચરણદાસ ભગત નામનો 25 વર્ષનો શ્રમિક યુવાન રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ઊભોહતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો.

Advertisement

યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતોઆ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમાં વિપનકુમાર ભગત સાથે ઝઘડો કરી માર મારનાર ચારેય શખ્સો દારૂૂના નશામાં હતા અને નસેડી શખ્સોએ રૂ.10,000ની કિંમતના મોબાઈલની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આક્ષેપના પગલે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
criem newscrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement