ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રેમલગ્ન કરનાર યુવાનના સાળા અને તેના મિત્રોએ પગ ભાંગી નાખ્યા

04:24 PM Mar 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગરના દરેડમાં રહેતો યુવાન તેમની પત્નીને લેવા રાજકોટ આવ્યા બાદ સાળાએ ઘરના બદલે ટાયરના ડેલામાં બોલાવી મિત્ર સાથે મળી ધોકા વડે મારમારી બંન્ને પગ ભાંગી નાખ્યા હતાં. આ બનાવમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. તેમજ સાળા અને તેમના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ વિગતો મુજબ, જામનગરના દરેડમાં રહેતા સુનિલ જગદીશભાઈ જાદવ નામના યુવકે રવિ મનુભાઈ પરમાર અને તેમના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા બી ડીવીઝનના એફએસઆઈ નરેન્દ્રભાઈ ભદ્રેચાએ તપાસ શરૂ કરી છે. સુનિલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે સેન્ટ્રીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ બે વર્ષ પહેલા મોરબી રોડ પર આવેલા ગણેશનગર શેરી નં. 7માં રહેતા મનુભાઈ પરમારની દિકરી પ્રીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ તેઓ જામનગર રહેવા જતાં રહ્યા હતાં અને તા. 6ના રોજ તેનો સાળો રવિ પરમાર જામનગર આવી પ્રીયાની તબિયત સારી ન હોય તેવું બહાનું કાઢી લઈ ગયો હતો. અને બે દિવસથી ફોન કરતા ઉપાડતો ન હોય અને તેમણે રાજકોટ આવી પ્રીયાને લઈ જવાનું કહેતા ગઈકાલે સાંજના સમયે સુનિલ રાજકોટ તેમની પત્ની પ્રીયાને લેવા ગયો હતો.

Advertisement

રાજકોટ પહોંચી સુનિલે તેમના સાળાને ફોન કરતા તેમણે કુવાડવા રોડ પર ચામુંડા નગરમાં આવેલા ટાયરના ડેલામાં બોલાવી ચા-પાણી પીવડાવી મિત્ર સાથે મળી ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી ત્યાં આજુબાજુના લોકો ત્યાં દોડી આવતા બન્ને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતાં અને સુનિલને સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમના બન્ને પગે ફ્રેક્ચર હોવાનું તબીબોએ જણાવતા તેમને સારવાર માટે ખસેડાયો છે. તેમજ શરીરે પચ્ચીસેક જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે સાળા રવિ પરમાર અને તેમના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement