રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુળીના દિગસરમાં યુવકને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

01:08 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

મૂળી તાલુકાના દિગસર ગામમાં વીજળી વિભાગના સબ સ્ટેશનની પાછળ અજાણ્યા શખ્સ દ્વારા યુવકને માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. એકાદ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળી તાલુકાના દિગસર ગામે રહેતા કેતનભાઈ ઉર્ફે કડીયો વશરામભાઈ વાઘેલા (ઉ.વ.40)નો સબ સ્ટેશનની પાછળ ખુલ્લી જગ્યામાં પડયા લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે મુળી પોલીસ સ્ટેશને જાણ થતાની સાથે જ મૂળી પીએસઆઈ એ.એ.જાડેજા સહિત સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવકની હાલત જોતા પ્રાથમીક તબક્કે અજાણ્યા શખ્સ દ્વારા માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દીધાનું અનુમાન લગાવાઈ રહયુ છે. બીજી તરફ મૃતક યુવકના મોતનું ચોકકસ કારણ જાણવા માટે મુળી પોલીસ દ્વારા મૃતકને રાજકોટ મોકલી પીએમની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Advertisement

મૃતક કેતન ઉર્ફે કડીયો વાઘેલાના ભાઈ નિલેશભાઈ વાઘેલાએ મુળી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે અને નિલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો ભાઈ કેતન ઉર્ફે કડીયો વાઘેલા પોતાના ઘરે સૂતો હતો ત્યારે ફોન આવતાની સાથે જ વહેલી સવારે તે પોતાનું બાઈક લઈને નીકળ્યો હતો અને બાઇક લઈને નીકળેલા યુવકની હત્યા કરાયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી અને અગાઉ એકાદ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકને કોણે અને કયા કારણસર મોતને ઘાટ ઉતાર્યો એ રહસ્યુ હજી સુધી અકબંધ રહયુ છે. હત્યાનો ભેદ ઉકેલવા માટે મૂળી પોલીસની ટીમ દ્વારા ટેકનીકલ સોર્સની પણ મદદ લેવાઇ રહી છે. આ બાબતની વધુ તપાસ મુળી પોલીસ ચલાવી રહી છે. મૂળી પોલીસ મથકના પીએસઆઈ એ.એ.જાડેજાએ જણાવેલ કે રવિવારે વહેલી સવારે કોઇએ યુવકના માથામાં ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યુ છે. આરોપીઓની શોધધોળ શરૂૂ કરી છે.

Tags :
gujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement