પિતા વારંવાર સ્કૂલ બદલાવતા રાજકોટનો તરુણ ઘરેથી કહ્યા વગર જૂનાગઢ પહોંચ્યો
રાજકોટ ઘરેથી કહ્યા વગર નીકળેલા બાળકનું જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા વિભાગે રેસ્કયૂ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું
જુનાગઢ ખાતે ગઈકાલે રાત્રિના એસટી બસ સ્ટેશનમાં બાળક આંટાફેરા કરતું હોવાની જાણ પોલીસે બાળ સુરક્ષા વિભાગને કરી હતી. અને ત્યારબાદ પોલીસ કર્મચારીએ બાળકની પૂછપરછ કરતા આ બાળક રાજકોટ તેમના ઘરેથી કહ્યા વગર જુનાગઢ ભાગી આવ્યું હતું. અત્યારે પોલીસે બાળ વિભાગને જાણ કરતા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી આર.સી.મહીડા અને કિરણબેન રામાણી અને તેની ટીમ દ્વારા આ બાળકનું રેસ્ક્યુ કરી ચિલ્ડ્રન હોમ ખાતે લાવવામાં આવ્યું હતો.બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબેન માલામે જણાવ્યું હતું કે ,ગઈકાલે સાંજે જુનાગઢ બસ સ્ટેશન માંથી બાળ સુરક્ષા વિભાગની ટીમને ફોન આવેલ કે અહીં એક નાનું બાળક આંટાફેરા મારે છે. ત્યારે બાળ સુરક્ષા ટીમ દ્વારા બસ સ્ટેશન જઈ તેની પૂછપરછ કરતા આ બાળક રાજકોટથી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અને આ બાળકને પૂછતા તેને જણાવ્યું હતું કે મારા પિતા વારંવાર મારી સ્કૂલ બદલે છે જેના કારણે જુનાગઢ જિલ્લા બાળ સુરક્ષાના પ્રોબેશન ઓફિસર ડો. કિરણ રામાણી એ જણાવ્યુ હતું કે તા 2 સપ્ટેમ્બરના જુનાગઢ બસ સ્ટેશન પર થી એક બાળક મળી આવ્યું હતું.
જેની પૂછ પરછ કરતા આ બાળક રાજકોટ થી 2 વાગ્યે ભાગી 4 વાગે જુનાગઢ આવી ગયું હતું. અને ત્યારબાદ આ બાળક જુનાગઢ સિટી માંથી ભવનાથ તરફ ગયું હતું. આ બાળક પાસે પૈસા ન હોવાથી તેની રહેવાની વ્યવસ્થા થઈ ન હતી અને ત્યારે આ બાળક ફરી જુનાગઢ બસ સ્ટેશન આવી જાય છે. બસ સ્ટેશન એ આંટા ફેરા મારતા આ બાળકની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેને રાજકોટ થી ભાગીને અહીં આવ્યો છે તેવું જણાવ્યું હતું. આ બાબતે પોલીસ દ્વારા જુનાગઢ બાળ સુરક્ષાને બાળક આંટા ફેરા મારતું હોવાની જાણ કરવામાં આવે છે. ત્યારે બાળ સુરક્ષા વિભાગ દ્વારા આ બાળકની મુલાકાત કરવામાં આવે છે અને તેને પૂછવામાં આવે છે કે રાજકોટ થી અહીં ભાગીને આવવાનું કારણ શું છે ? ત્યારે તેના પિતા તેની વારંવાર સ્કૂલ બદલે છે જેના કારણે આ બાળક રાજકોટ થી ભાગી જુનાગઢ આવી ગયું હતું. ત્યારે દરેક હોટેલ અને અન્ય સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે આવું કોઈ પણ બાળક કે સગીર જ્યારે આપની સંસ્થા કે હોટલ પર આવે ત્યારે તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી.