મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ
ગાંધીજીના નામે ચાલતી ગરીબોની રોજગાર યોજનામાં 71 કરોડનું કૌભાંડ, 35 એજન્સીઓના કાળા હાથ
તત્કાલિન ટીડીઓની પણ ધરપકડથી ખળભળાટ, મંત્રીનો અન્ય પુત્ર નાસી છૂટતા શોધખોળ
ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર દાહોદ જિલ્લાના ભારે ચકચારી બનેલા કરોડો રૂપિયાના મનરેગાના કૌભાંડમાં અંતે પોલીસે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓની ધરપકડ કરી છે. જ્યારે પ્રધાનના બીજા પુત્ર કિરણ ખાબડ નાસી જતાં તેની શોધખોળ શરૂ કરી છે.
મહાત્માગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા)યોજનામાં બહાર આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં મંત્રીનાં પુત્રોની સંડોવણી ખુલતા હવે મંત્રી બચુભાઈ ખાબડની ખુરશી ઉપર જોખમ સર્જાયું છે.
દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલ મનરેગા યોજનામાં મસમોટા કૌભાંડમાં અગાઉ 5 કર્મીઓની પણ ધરપકડ હતી. છે, તેમજ રાજ્યનાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે, તત્કાલિન ઝઉઘ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. ધાનપુર અને દેવગઢ બારીયામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી દ્વારા મનરેગા યોજના અંતર્ગત થયેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જવાબદાર એજન્સી અને કર્મચારીઓ વિરૂૂદ્ધ 2021-24 દરમિયાન થયેલા રૂૂપિયા 71 કરોડના કામોની તપાસમાં આરોપો મૂકાતા કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં 2 એકાઉન્ટન્ટ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં કિરણ અને બળવંત ખાબડે આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતુ આગોતરા જામીન નામંજુર થયા હતાં.
દાહોદ જિલ્લામાં 2021 થી 2025 દરમિયાન મનરેગા યોજના હેઠળ થઈ રહેલા કામોમાં ખોટા દસ્તાવેજો બનાવીને ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ ગેરરીતિની રકમ 71 કરોડ રૂૂપિયાની થઈ હોવાનું સામે આવતા આ મામલે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની 35 એજન્સીઓ સામે ગુનો નોંધ્યો હતો. કથિત મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના નામ ઉછળતાં ચકચાર મચી ગઈ હતી.
મળતા અહેવાલો મુજબ દાહોદ જીલ્લાનાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા અને ધાનપુરના રેઢાણા અને સીમામોઈ સહિત ત્રણ ગામોમાં મનરેગાના કામોમાં માટી ધાતુનો રસ્તો, સીસી રોડ, ચેક વોલ, પથ્થરનો બંધ જેવા કામોમાં ફક્ત ઉપરછલ્લું કામ જ કરવામાં આવ્યું હતું. આ કામોના પ્રમાણપત્ર (કમ્પલિશન સર્ટિફિકેટ) સબમિટ કર્યા પછી જે એજન્સીના નામે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના બદલે અન્ય એજન્સીઓને ચુકવણી કરવામાં આવી હતી. જે એજન્સીઓને ચુકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓએ પ્રક્રિયામાં ભાગ પણ લીધો ન હતો.
કૌભાંડ મામલે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કર્યા પછી, વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઉછઉઅ ડિરેક્ટરની ફરિયાદના આધારે, પોલીસે દેવગઢ બારિયાની 28 એજન્સીઓ અને ધાનપુર તાલુકાની 7 એજન્સીઓ સહિત માલ સપ્લાય કરતી 35 એજન્સીઓ સામે પૈસા સહિત કેસ નોંધીને સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો.
મનરેગા યોજના હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં 60.90 કરોડ રૂૂપિયા અને ધાનપુરમાં 10.10 કરોડ રૂૂપિયા એટલે કે કુલ 71 કરોડ રૂૂપિયાનું કૌભાંડ પકડાયું છે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે આ રકમ ફક્ત બે તાલુકા માટે પૂરતી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ તળાવો બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ગટર, આરસીસી રસ્તા અને ચેકડેમ પણ બનાવવામાં આવ્યા છે. સમગ્ર કામકાજ રાજ ક્ધસ્ટ્રક્શનને સોંપવામાં આવ્યું છે. માહિતી મુજબ ક્ધસ્ટક્શન એજન્સીનો માલિકના પિતા મંત્રી છે. વર્ષ 2020 થી 2024-25 દરમિયાન એજન્સીના માલિકના ખાતામાં 211 કરોડ રૂૂપિયા ચુકવાયા છે.
20 કરોડ ચુકવવાના બાકી છે જ્યારે 42 કરોડ રૂૂપિયા રાજ ટ્રેડર્સના ખાતામાં જમા કરાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કરોડો રૂૂપિયા ટ્રાન્સફર કરવા મામલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ સમગ્ર કૌભાંડની તપાસ સમિતિની રચના કરવાની માગ કરી હતી.
મનરેગા કૌભાંડ અંગે સવાલ પૂછતા જ મંત્રી બાવળિયાએ ચાલતી પકડી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા, જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુન નાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. ઉચ્છ નદી ઉપર વર્ષો પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે. મંદિરનું ધોવાણ થતા બે કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ મંજૂર કરવામાં આવી છે. તેના નિરીક્ષણ માટે બાવળિયા આવ્યા હતાં. સંખેડા ખાતે આવેલા કુંવરજી બાવળિયા સિંચાઈ મંત્રીને પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રના મનરેગા યોજનાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી તેનો સવાલ કરતા જ મંત્રીની બોલતી બંધ થઈ ગઈ હતી. મને ખબર નથી તેમ કહીને ચાલતી પકડી હતી.
ઓપરેશન ગંગાજળની શરૂઆત મંત્રી મંડળથી કરો: અમિત ચાવડા
દાહોદ જિલ્લામાં બહાર આવેલા મનરેગા યોજનાના કૌભાંડ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી તપાસ માટે દબાણ ઉભુ કરનાર વિપક્ષીનેતા અમિત ચાવડાએ પણ આ બાબતે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન ગંગાજળની વાતો કરતી સરકારે મંત્રી મંડળથી ઓપરેશન ગંગાજળ શરૂ કરવાની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે, મનરેગા યોજનામાં પ્રજાના પરસેવાના પ્રજાના ટેકસના પૈસા છે. ગરીબ લોકોને રોજગારી આપવાની આ યોજનામાં ગેરરીતિ કોઈ કાળે ચલાવી લેવાય નહીં. રાજ્ય સરકારે તટસ્થ તપાસ માટે પ્રમાણિક અધિકારીઓની તપાસ સમિતિની રચના કરવી જોઈએ. જો સમગ્ર જિલ્લામાં મનરેગા યોજનાના કામોની તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.
મંત્રી બચુભાઈ ખાબડની ખુરશી ખતરામાં, પ્રધાનોમાં સોંપો
રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા યોજનાના કૌભાંડમાં સંડોવણી બહાર આવતાં અને તેના એક પુત્રની ધરપકડ કરતાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સોંપો પડી ગયો છે અને પુત્રોના કૌભાંડના કારણે પિતા બચુભાઈ ખાબડની ખુરશી ખતરામાં મુકાઈ ગઈ છે. આ કૌભાંડમાં સંડોવાયેલ મંત્રી પુત્રની રાજ ક્ધસ્ટ્રકશનને કુલ રૂા.211 કરોડનું ચુકવણુ થયાનું અને 20 કરોડ ચુકવવાના બાકી હોવાનું જાણવા મળે છે.