For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ ગંધાઇ ઉઠયું

12:42 PM Dec 04, 2023 IST | Sejal barot
વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ ગંધાઇ ઉઠયું

વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ સુરત ડાયમંડ બુર્સ (SDB)નું ગત મહીને નવેમ્બરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ બિલ્ડીંગમાં દુર્ગંધથી ફેલાઈ રહી છે જેને કારણે વેપારીઓ તકલીફમાં મુકાયા છે. નજીકના પ્લોટ પર સ્થિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ખાજોદ ડમ્પસાઇટમાંથી દુર્ગંધ હવે ડાયમંડ બુર્સ સુધી પહોંચી રહી છે, અહીં દરરોજ લગભગ 2,300 મેટ્રિક ટન કચરો જમા થાય છે.
વેપારીઓ અને SDB પદાધિકારીઓને જણાવ્યા પ્રમાણે ખરીદદારો અને વિદેશી મહેમાનોએ પણ દુર્ગંધની ફરિયાદ કરી હતી.
અહેવાલો મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ આનો વિકલ્પ શોધવા માટે કામ કરી રહ્યા છે. ઉમ્બર ગામમાં રૂ. 287 કરોડના ખર્ચે નવી ડમ્પ સાઈટ શરૂ કરવાની યોજના છે, જ્યાં ભારતની બેસ્ટ અને સૌથી આધુનિક સોલીડ વેસ્ટ ટેકનોલોજી હશે.
એક અખબારી અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલા ડાયમંડ બુર્સના બાંધકામની શરૂૂઆતથી જ અમે જખઈ કમિશનર, અધિકારીઓ અને સરકારને ડમ્પિંગ સાઇટ શિફ્ટ કરવા વિશે જણાવી રહ્યા છીએ. અમને ડાયમંડ બુર્સની આસપાસ સ્વચ્છ વાતાવરણની ખાતરી આપવામાં આવી હતી.
ડાયમંડ બુર્સમાં 135 વેપારીઓએ ઓફીસ શરૂૂ કરી હતી. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે 20,000 મુલાકાતીઓ આવ્યા હતાજેમાં યુએસ, દુબઈ, હોંગકોંગ અને તુર્કિયેના ખરીદદારોનો સમાવેશ થાય છે. ઘણા મહેમાનો પણ દુર્ગંધને બાબતે ફરિયાદ કરી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીના જણાવ્યા પ્રમાણે સમસ્યાનું જલ્દી નિરાકણ લાવવામાં આવશે. અમે ઉમ્બર ગામમાં નવી સાઇટ શરૂૂ કરવાની લગભગ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. એકવાર અમને કેન્દ્ર તરફથી પર્યાવરણીય મંજૂરી મળી જાય, અમે માત્ર 10 મહિનામાં એક નવી સાઇટ શરૂ કરી શકીશું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement