રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શ્રમીકને બીજા માળેથી ઘક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો

04:50 PM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોપટપરા પાસે અકસ્માતની ઘટનાનો બનાવ હત્યાનો નિકળ્યો જમવાનું બનાવવાનો ઝઘડો હત્યાસુધી પહોંચ્યો

સાઇટ પર કાર કરતા શ્રમીકોનું લીસ્ટ મંગાવતા એક ગાયબ જણાતા પોલીસ આરોપી સુધી પહોંચી ગઇ

મૂળ મધ્યપ્રદેશનાં અલીરાજપુર જીલ્લાનાં વતની અને ક છેલ્લા એક માસથી રાજકોટનાં પોપટપરા વિસ્તારમાં બની રહેલી પ્રધાનમંત્રી આવાસયોજના નામની ટાઉનશીપમાં મજૂરી કરતાં પિન્ટુ મગનભાઈ વાસ્કેલા (ઉ.વ.25)નું બીજા માળેથી નીચે પટકાતા મૃત્યુ નિપજયાનું જાહેર થયા બાદ પ્ર.નગર પોલીસને શંકા જતા તપાસ શરૂૂ કરી હતી.જેના અંતે બનાવ મર્ડરનો હોવાનું ખુલ્યું હતું.પિન્ટુને તેની સાથે જ કામ કરતાં સુરેશ હેમતા વાશ્કેલાએ નજીવી બાબતે ઝઘડો થતા બીજા માળેથી નીચે ધક્કો મારી પતાવી દીધો હતો.તપાસના આધારે પ્ર.નગર પોલીસના પીઆઇ ઝણકાટ અને પીએસઆઈ ચુડાસમાએ મૃતકનાં મોટા ભાઈ રમેશભાઈની ફરિયાદનાં આધારે ખૂનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

હત્યાનો ભોગ બનનાર પિન્ટુ ગઈ તા. 15નાં રોજ વહેલી સવારે જે સાઈટ પર કામ કરતો હતો ત્યાંના બીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સિવિલમાં ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.જો કે પ્ર.નગર પોલીસને શરૂૂઆતથી જ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો.સામાન્ય રીતે શ્રમિકો બાંધકામ સાઈટ પરથી કામ કરતી વખતે નીચે પટકાઈ પડતાં હોવાનાં બનાવ બને છે.જયારે આ બનાવ દરમિયાન કામ બંધ હતું ત્યારે વહેલી સવારે બન્યો હતો.

જેના આધારે પોલીસે સાઈટ પર જેટલા શ્રમિકો કામ કરતાં હતાં તે તમામનાં નામ મંગાવ્યા હતાં જેમાંથી એક શ્રમિક ગાયબ મળ્યો હતો.બીજા શ્રમિકોની પુછપરછ કરતા જ બનાવ હત્યાનો હોવાનું ખુલી ગયું હતુ.બીજા શ્રમિકોએ પોલીસને જણાવ્યું કે,હત્યાનો ભોગ બનનાર પિન્ટુ સાથે જ આરોપી સુરેશ કામ કરતો હતો.બંને એક જ ગામનાં વતની હતાં.

ગઈ તા.15નાં રોજ વહેલી સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો.જેને કારણે દેકારો થતાં આસપાસ રહેતાં શ્રમિકો પણ જાગી ગયા હતાં.આ વખતે આરોપી સુરેશ ઝઘડો કરી સીડી ઉતરવા લાગ્યો હતો.પરંતુ અચાનક ગમે તે થતાં ફરીથી સીડી ચડી ઉપર પહોંચ્યો હતો અને પિન્ટુને બીજા માળેથી ધક્કો મારી દીધો હતો.જેને કારણે ગંભીર રીતે ઘવાયેલા પિન્ટુનું મોત નિપજયું હતું.આ ઝઘડાનાં પહેલા પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જો કે ત્યારે જ બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.બીજા દિવસે વહેલી સવારે બંને વચ્ચે ફરીથી ઝઘડો થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પ્ર.નગર પોલીસે ખૂનનો ગુનો નોંધી ભાગી ગયેલા આરોપી સુરેશને ઝડપી લીધો હતો. તેણે પ્રાથમિક પુછપરછમાં હત્યાના આગલા દિવસે ખરીદી કરતી વખતે પૈસા બાબતે અને પછી જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતાં હત્યા કર્યાની કબુલાત આપી છે.યુવાનની હત્યાથી બે દીકરીએ પિતાના છત્રછાયા ગુમાવી હતી.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement