ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાપા યાર્ડ નજીક 41.89 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનુંકાર્ય અંતિમ તબક્કામાં

01:11 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે શહેરની મધ્યમાંથી પસાર થતી જુદી જુદી રેલ્વે લાઈન ના ક્રોસિંગ પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી તબક્કા વાર આગળ ધપાવવામાં આવી રહી છે, અને હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રૂૂપિયા 41.89 કરોડના ખર્ચે નવો ઓવર બ્રિજ સંપૂર્ણ પણે તૈયાર થયો છે, અને અંતિમ તબક્કામાં કામગીરી ચાલી રહી છે. નગરજનોને ટૂંક સમયમાં જ નવા ઓવર બ્રિજ ની ભેટ મળશે.

Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ નજીક એલસી નં. 188 ઉપર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ સિંગલ એન્ટિટી પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, જેની અંદાજિત કિંમત રૂૂ. 41.89 કરોડ છે. જામનગરની જનતાને માં નગરપાલિકા દ્વારા નજીકના ભવિષ્યમાં જ નવી ભેટ મળી શકે છે. તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલવે તંત્રની ભાગીદારી સાથે તૈયાર થઇ રહેલા આ સંપૂર્ણ પુલની લંબાઈ 733.86 મીટર છે, જેમાંથી 111.84 મીટરનો ભાગ રેલવે વિભાગમાં આવે છે. પુલમાં 10.90 મીટરની ખુલ્લી કેરેજ - વે ઉપલબ્ધ રાખવામાં આવી છે, જે વાહનવ્યવહાર સરળ અને અવિરત રહે તે માટે ડિઝાઇન કરેલી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓની રાહબરી હેઠળ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને તેઓની સમગ્ર ટીમ દ્વારા નિર્માણ કાર્યનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ને આ નવો બ્રિજ બનવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. જ્યાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી અનેક નાના-મોટા વાહનો આવે છે, તે તમામ વાહન ચાલકો માટે આ બ્રિજ ખૂબ જ ફાયદાકારક નીવડશે, અને પ્રતિદિન અનેક વાહન ચાલકો રાહત અનુભવશે.

આ પ્રોજેક્ટ વોર્ડ નં. 10, 11, 12 તથા આસપાસના વિસ્તારના નાગરિકોને વિશેષ રીતે લાભ આપશે. હાલમાં રહેલા લેવલ ક્રોસિંગને દૂર કરીને ટ્રાફિકની સમસ્યા ઘટાડશે, અને પ્રવાસનો સમય બચાવશે, ઉપરાંત ઇંધણની બચત કરશે, અને પ્રદૂષણમાં પણ ઘટાડો લાવશે, જે ઊર્જા બચત અને પર્યાવરણ અનુકૂળતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

Tags :
gujaratgujarat newsHapa yardjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement