કામ તો થતા નથી, લોકદરબારમાં ભાજપ મહિલા મોરચાનો દેકારો
વોર્ડ નં. 11માં આજે યોજાયેલ લોકદરબારમાં પીવાનું પાણી અને ડ્રેનેજ બાબતે મહિલાઓએ તંત્રને આડેહાથ લીધું
મેયર તમારે દ્વાર અંતર્ગત છેલ્લા 10 દિવસથી અલગ અલગ વોર્ડમાં લોકદરબાર યોજી લોકોના પ્રશ્ર્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પાયાની જરૂરિયાતોના કામો સમયસર ન થતાં અને રજૂઆત કરવા કોર્પોરેશન કચેરીએ લોકો ન જતાં હોય આજે તમામ આપણા આંગણે પધાર્યા છે. ત્યારે લડી જ લેવું છે તેવા મક્કમ નિર્ધાર સાથે આજે વોર્ડ નં. 11ના લોકદરબારમાં ખુદ ભાજપ મહિલા મોરચા સહિતના બહેનોએ પીવાનું પાણી તેમજ વરસાદી પાણીનો નિકાલ અને ડ્રેનેજ સહિતના પ્રશ્ર્નોની જડી વરસાવી તંત્રને આડેહાથ લેતા લોકદરબાર પુર્ણ થયા બાદ અમુક કોર્પોરેટરોના ફોન પણ સ્વીચઓફ થઈ ગયા હતાં.
જેને લઈને વોર્ડમાં જ ભારે ચર્ચા જાગી છે.
વોર્ડ નં. 11માં લોકદરબારમાં આજે પીવાનું પાણી ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દે સહિતના પ્રશ્ર્નોની જડી વરસાવી હતી. આ લોક દરબાર કાર્યક્રમાં આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, વોર્ડ નં.11ના કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, નાયબ કમિશનર ચેતન નંદાણી, સહાયક કમિશનર સમીર ધડુક, સીટી એન્જીનીયર કુંતેશ મહેતા, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વોર્ડ એન્જીનિયર ઇન્દ્રજીત વસાવા, વોર્ડ ઓફિસર કીર્તિ મેહ, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.11ના પ્રભારી પરેશભાઈ ઠાકર, પ્રમુખ મહેશભાઈ પીપળીયા, મહામંત્રી વિનોદભાઈ ઇસોટીયા, મુળુભાઈ ઓડેદરા, તથા વોર્ડ નં.11ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.11ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-122 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી.
વોર્ડ નં.11માં યોજાયેલ મેયરશ્રી તમારા દ્વારે લોકદરબારમાં વોર્ડ નં.11ના નાગરિકો દ્વારા સિલ્વર સોસાયટી પાસે પાણી ભરાવા બાબત, લાલા લજપટરાય ટાઉનશીપના ગેઇટ પાસે ગટરનું ઢાંકણું દૂર કરવા બાબત, વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા બાબત, પેવિંગ બ્લોક નાખવા બાબત, આદર્શ સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટમાં ગાર્ડન બનાવવા બાબત, આદર્શ સોસાયટી આસપાસ નિયમિત સફાઈ કરવા બાબત, આદર્શ સોસાયટી અને શ્રી સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, શ્રીનાથજી પાર્ક સોસાયટી પાસેના રસ્તા પર દબાણ દૂર કરવા બાબત, શ્રીનાથજી પાર્ક સોસાયટી પાસે અનધિકૃત દબાણ દૂર કરવા બાબત, આંગણવાડીમાં બાળકોને બેસવા માટે વધારાની વ્યવસ્થા કરવા બાબત, ઓમ રેસીડેન્સીના ખૂણે આવેલ યુરિનલ ખુલવા બાબત, પીવાના પાણીમાં ગંદા પાણીનું મિશ્ન થવા બાબત, રોડ લેવલ કરવા બાબત, સુવર્ણ ભૂમિ સોસાયટી પાસે ગટરના ઢાંકણા રીનોવેશન કરવા બાબત, મધુવન પાર્ક પાછળ ગંદકી સાફ કરવા બાબત, ન્યુ રાજદીપ સોસાયટીમાં આવેલ આંગણવાડી ડેવલપમેન્ટ કરવા બાબત, મવડી ચોકડી ખાતે ટ્રાફિકની રજુઆત, વોર્ડ નં.11માં નવા આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હોલ બનાવવા આવશે, અંબિકા ટાઉનશીપમાં રોડ, રસ્તા, સફાઈ બાબત, શનિવારી બજારમાં સફાઈ કરવા બાબત, લક્ષ્મણ ટાઉનશીપમાં ટીપરવાન નિયમિત નથી આવતી વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.
લોકોનું કોઈ સાંભળતુ જ નથી એટલે મારે આવવું પડ્યું : નયનાબા જાડેજા
વોર્ડ નં. 11માં યોજાયેલ લોકદરબારમાં આ વોર્ડમાં ઘણા સમયથી પાયાની સુવિધાઓના કામો સમયસર થતા નથી તેવી ફરિયાદો ભાજપ મહિલા મોરચાના બહેનો તેમજ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના અગ્રણી નયનાબા જાડેજા લોક દરબારમાં પહોચ્યા હતાં. અને જણાવેલ કે, વોર્ડ નં. 11માં ઘણા સમયથી પીવાનું પાણી ફોર્સથી મળતું નથી. ડીઆઈ પાઈપલાઈનની કામગીરી આજે પણ અધુરી છે તેવી જ રીતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ પાણી ડ્રેનેજમાં જાય છે અને ગટરના પાણી રોડ ઉપર વહેવા લાગે છે. તેમજ વોર્ડમાં ડસ્ટબીનનો અભાવ આજ સુધી જોવા મળ્યો છે. આ તમામ મુદ્દે તંત્રને ઘટતું કરવાની રજૂઆત કરવામાં આવી છે. અને આ ભાજપના વોર્ડમાં મહિલાઓવતિ મારે રજૂઆત કરવા આવવાની ફરજ પડી છે.