પુત્રના બાઇક પરથી પટકાયેલી જનેતાએ સારવારમાં દમ તોડયો
- ધોરાજીના નાની પરબડી ગામની ઘટના: પરિવારમાં કલ્પાંત
ધોરાજીના ગુંદાળા ગામે રહેતા પ્રોઢા દસ દિવસ પૂર્વે પોતાના પુત્રના બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે નાની પરબડી ગામ પાસે પહોંચતા પુત્રના બાઈક પરથી અકસ્માતે નીચે પટકાયેલી જનેતાએ રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીરી છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધોરાજી તાલુકાના ગુંદાળા ગામે રહેતા જીવુબેન કાળાભાઈ સોલંકી નામના 50 વર્ષના પ્રોઢા ગત તા.3 ના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના પુત્ર અલીના બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે નાની પરબળી ગામ પાસે પહોંચતા જીવુબેન સોલંકી અકસ્માતે પોતાના પુત્રના બાઈક પરથી નીચે પટકાયા હતા. પ્રૌઢાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જીવુબેન સોલંકીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરતા ધોરાજી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પ્રોઢાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. આ બનાવ અંગે ધોરાજી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.