પદ્મકુંવરબા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ મહિલાને પ્રસૂતિ થઇ ગઇ
04:04 PM Oct 01, 2024 IST
|
admin
Advertisement
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ આજે એક શ્રમિક મહિલાનને પ્રસુતિ થઇ જતા ભારે દોડધામ મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ આજે સવારે 10-30 વાગ્યે એક શ્રમિક મહિલા તેના પતિ સાથે ગુંદાવાડીમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલમાં ચેકઅપ માટે આવી હતી. આ દરમિયાન મહિલનો પતિ કેસ પેપર કઢાવવા જતા હતો તે દરમિયાન હોસ્પિટલના કમ્યાઉન્ડમા જ મહિલાને પ્રસવપીડા ઉપડતા હોસ્પિટલમાંથી નર્સોં સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને માત્ર અઢી મીનીટમાં મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ અંગે હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.નુતનબેને જણાવ્યુ હતુ કે, કમ્પાઉન્ડમાં જ સફળ પ્રસૂતિ થઇ છે અને બાળક તથા માતા બન્ને તંદુરસ્ત છે.
Advertisement
Next Article
Advertisement