For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પત્નીએ પ્રેમી સાથે મળી આડખીલી રૂપ બનેલ પતિની હત્યા નિપજાવી

11:58 AM Aug 19, 2024 IST | admin
પત્નીએ પ્રેમી સાથે મળી આડખીલી રૂપ બનેલ પતિની હત્યા નિપજાવી

નાઘેડી વિસ્તારમાં ચારણ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, બન્નેની ધરપકડ

Advertisement

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર ગઈકાલે ધારદાર હથિયારનો ઘા મારી હત્યા નિપજાવ્યા પછી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યા ની ઘટના સામે આવતાં ભારે હલચલ મચી ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને મૃતકની પત્ની અને તેણીના પ્રેમીને ઝડપી લીધા છે. પત્નીએ જ પોતાના પતિને પ્રેમમાં આડખીલી રૂૂપ હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે પ્રેમીની સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હોવાની કબુલાત આપી હતી, અને હત્યા કરીને મૃતદેહ સળગાવી નાખ્યાનું પણ કબૂલી લીધું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુર સુમાત નામના 36 વર્ષના ચારણ યુવાનનો હત્યા કરાયેલો અને ત્યારબાદ સળગાવી દેવાયેલો મૃતદેહ તેના ઝુપડાની સામે એક ખાટલા પરથી મળી આવ્યો હતો.

આ મામલામાં પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો હતો, અને ઊંડાણપૂર્વક ની તપાસ શરૂૂ કરી હતી, દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યા કેસનો ભેદ ઉકેલ નાખ્યો છે અને મૃતક યુવાનની પત્ની અને તેણી નો પ્રેમી, કે જે બંનેનું કારસ્તાન સામે આવ્યું છે.

Advertisement

પંચકોશી બી. ડિવિઝન પોલીસે આ પ્રકરણમાં મૃતકની પત્ની જીવણીબેન કિશોરભાઈ (ઉંમર વર્ષ 35) જ્યારે તેણીના પ્રેમી કનસુમરા પાટીયા પાસે રહેતા સગરાજ દેવકરણ સુમાત ની અટકાયત કરી લીધી છે.

પોલીસ પૂછપરછ માં જાહેર કરાયા અનુસાર મૃતકની પત્ની જીવણીબેન કે જે પોતાના પ્રેમી સગરાજ સાથે મોબાઇલ ફોનમાં વાતચીત કરતી હતી, જેની જાણકારી પતિને થઈ ગઈ હતી, અને પોતાના પ્રેમમાં પતિ આડખીલીરૂૂપ હોવાથી બંનેએ કાવતરું ઘડયું હતું, અને આ હત્યા કરી નાખ્યા ની કબુલાત આપી દીધી છે.
પરમ દિવસે રાતે બંને એ સૌ પ્રથમ ધારદાર હથીયારથી મૃતક યુવાન પર હુમલો કરી દીધો હતો, અને તેની હત્યા કર્યા પછી મૃતદેહ ને ઝુપડાની સામે ખાટલા પર રાખ્યો હતો, અને તેના પર પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. પરંતુ આખરે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સમગ્ર મામલો સામે આવી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement