For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલથી વડિલો અને વૃક્ષોના લાભાર્થે વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો પ્રારંભ

05:20 PM Nov 22, 2024 IST | Bhumika
કાલથી વડિલો અને વૃક્ષોના લાભાર્થે વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો પ્રારંભ
Advertisement

2 લાખ ચો.મી. જગ્યામાં અયોધ્યા ધામનું નિર્માણ: કથા માટે આયોજકોનું સુપર્બ માઈક્રોપ્લાનિંગ તૈયારીઓ અંતિમ ચરણમાં: કથા શ્રવણ માટે ભક્તજનોમાં થનગનાટ: કથા સ્થળે સુરક્ષા માટે પ્રાઈવેટ સિક્યુરિટી, સી.સી.ટી.વી. કેમેરા, સદ્ભાવના પરિવારના 2000થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડ પર વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ ઘ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજાર લોકો રામકથા શ્રવણપાન અને ભોજન પ્રસાદનો લ્હાવો લેશે.

Advertisement

વરિષ્ઠ મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. આ રામકથા એ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ આપવા માટેનું વિશેષ આયોજન છે. તેમજ કથા શ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે.આ રામકથામાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિ સમગ્ર ગુજરાતભરમાં પ્રચારપ્રસાર કરનાર, આપણા ગુજરાતના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરી આપશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા રેસકોર્ષ ખાતે રામકથા કાર્યાલય ધમધમતું કરાયુ છે. અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે છેલ્લા પંદર દિવસથી કાર્યરત છે, જેમાં સંકલન સમિતિ, આરતી પૂજન સમિતિ, સ્વાગત સમિતિ, સંતોનો સંપર્ક તથા આવકાર સમિતિ, કાર્યાલય સમિતિ,ચાનાસ્તા વ્યવસ્થા સમિતિ, ખરીદી સમિતિ, કથા પ્રસારણ તથા વ્યવસ્થા સમિતિ, અધિકારીઓને નિમંત્રણ વ્યવસ્થા સમિતિ, સિવિલ વર્ક સમિતિ, વાહન વ્યવસ્થા સમિતિ, પાર્કીંગ વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, પ્રાથમિક સારવાર વ્યવસ્થા સમિતિ, સફાઈ વ્યવસ્થા સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ઉતારા વ્યવસ્થા સમિતિ, પ્રચારપ્રસાર વ્યવસ્થા સમિતિ, પૂછપરછ સમિતિ, મંડપ સ્ટેજ ડેકોરેશન તથા વ્યવસ્થા સમિતિ, મંડપ વ્યવસ્થા સમિતિ, સિકયુરીટી સમિતિ વગેરે સહિત 36 સમિતિઓ ને જવાબદારીની સોંપણી કરાઈ આ સમગ્ર આયોજનને સુચારૂૂ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે વિશાળ સંખ્યામાં ભાવિકો ભોજનપ્રસાદ લઈ શકે તે માટે રસોડાની વ્યવસ્થા જેમાં 90સ180ના બે ડોમ, 90સ140ના ભોજન શાળા અને સ્ટોર રૂૂમ, ભાઈઓ અને બહેનો માટે ભોજનપ્રસાદની અલાયદી વ્યવસ્થા, ભાવિકોને અગવડતા ન પડે તે માટે વિવિધ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા જેમાં રેસકોર્ષમાં વીવીઆઈપી અને વીઆઈપી પાર્કિંગ,બાલભવન પાસે, એથ્લેટીક ગ્રાઉન્ડ પાસે, ઈન્ડોર સ્ટેડીયમ પાસે, રિલાયન્સ પાસે, રેસકોર્ષ ફરતે પીળા પટ્ટાની અંદર, બહુમાળી ભવન પાસે, બાલભવન થી કવિ રંગદર્શન મંચ સુધી, બ્લોક પર (ટૂ વ્હીલર પાર્કિંગ), દશ હજારથી વધુ ખુરશીની વ્યવસ્થા, ક્થાસ્થળે સીનર્જી અને રાજકોટ મહાનગરપાલિકાના તબીબી સ્ટાફથી સજજ મેડિકલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કથા દરમ્યાન ચા ની પરબ, પાણીની પરબ, ડોનેશન માટેની ઓફીસ, ક્થાસ્થળ ખાતે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ફાયર ગાડી તૈનાત રહેશે.આ ઉપરાંત ભાવિકોની સુરક્ષા માટે પ્રાઈવેટ સિકયુરીટી, સી.સી.ટીવી કેમેરા, સદભાવના પરિવારના 2000થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડ પર વ્યવસ્થા જાળવશે.

અને પસંગીતની દુનિયાથ ગ્રુપ ઘ્વારા સાઉન્ડ વ્યવસ્થા સંભાળાશે. ત્યારે વીવીઆઈપી એન્ટ્રી રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશનના સામેના ગેઈટ પર રાખવામાં આવેલી છે અને વીઆઈપી એન્ટ્રી એરપોર્ટ રોડ સામેના ગેટ પરથી રાખવામાં આવેલી છે.

તેમજ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનારી આ કથા માટે બે લાખ ચોરસ મીટરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.23 મી નવેમ્બરથી શરૂૂ થનારી આ ક્થાનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:30 કલાક સુધીનો રહેશે.કથા સ્થળ પર એકસાથે એક લાખ લોકો બેસી શકે તેવા 1354561 ફૂટના વિશાળ ત્રણ જર્મન ડોમ તૈયાર કરાયા છે. જેમાં ભારતીય બેઠક, વીઆઈપી અને વીવીઆઈપી ઓ સહિતની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કથા શ્રવણ માટે માટે આવનાર હજારો શ્રાવકો માટે ભોજનપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તકે સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે, આ રામકથામાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રત પધારવાના છે. જયારે સંતો મહંતોમાં બાબા રામદેવ, અવધેશાનંજદી સહિતના પધારવાના છે. આ ઉપરાંત વિદેશથી પણ અનેક મહાનુભાવો પધારવાના છે. જેમાં અમેરિકા, લંડન, દુબઈ અને મસ્કત સહિતથી અમારા દાતાઓ અહીં રામકથાનો લાભ લેવા માટે આવવાના છે. રાજકોટ એ સેવાનું ધામ બને અને અહીં સદભાવના વૃધ્ધાશ્રમ પાંચ હજાર ડિલોને આશરો આપવારૂૂં સૌથી મોટું ભવન બની રહયું છે તે એક રેકોર્ડ છે. વૃધ્ધાશ્રમ નિર્માણ માટે દાતાઓ તરફથી ખૂબ જ સારો સહયોગ મળી રહયો છે. રૂૂા. 1 કરોડનું દાન આપનારા મોટી મોટી કંપનીઓના માલિકો પણ કથાના આયોજનમાં કાર્યકર્તા બનીને પોતાની સેવા આપી રહયા છે અને આ સત્કાર્યમાં સહભાગી થઈ રહયા છે. ત્યારે રાજકોટના આંગણે રામકથારૂૂપી આ રૂૂડા અવસરને હરખભેર વધાવવા ધર્મપ્રેમીઓ ભાવિકોમાં અમિટ ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે આ ધાર્મિકોત્સવને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવા આયોજકો, સ્વયંસેવકો ઘ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

ત્યારે શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.23 નવેમ્બર,શનીવારના રોજ સવારે 8-30 પોથીયાત્રા અને સાંજે 4-00થી કથાશ્રવણ પ્રારંભ થઈ તા.24 નવેમ્બર થી તા.1 ડિસેમ્બર રોજ સવારે 9:00 થી બપોરે 1:30 સુધી રામાયણ રૂૂપી જ્ઞાનગંગાનું પૂ. મોરારીબાપુ રસપાન કરાવશે. તો આ ભક્તિસભર રામકથા શ્રવણપાન નોલાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવતા સદભાવના વૃધ્ધાશ્રમ પરિવારની યાદીમાં જણાવેલ હતું.

શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા રામકથા સ્થળે રક્તદાન કેમ્પ
સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે આયોજન

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકરમાં, 1400 રૂમ, 5000 નિરાધાર, નિસહાય, નિસંતાન વૃદ્ધ માવતરના નવનિર્મિત ભવન, જામનગર રોડ ખાતેના લાભાર્થે રાજકોટમાં રેસકોર્સ ખાતે પુ. પૂજ્ય મોરારીબાપુની રામકથામાં તા. 23ને શનિવારે સમય 11થી 6 સુધી તેમજ 24/11 રવિવારથી તા. 1/12 સુધી દરરોજ સવારે 8:30થીબપોરના 2 વાગ્યા સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી રક્તદાન કેમ્પનું આયોજ કરવામાં આવેલ છે. અત્યારે દિવાળીના વેકેશન બાદ હાલના રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડબેંકમાં તમામ પ્રકારના બ્લડ ગુપની સખત અછત હોય ત્યારે યુવાન મિત્રોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવેલ છે.

સદ્ભાવના વિજયભાઈ ડોબરિયા, રમેશભાઈ રૂપાપરા, મિત્તલભાઈ ખેતાણી, તેમજ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી યજ્ઞેશ વારિયા, દીપ કોટેચા રાજકોટ સિવિલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોક્ટર્સની ટીમ માનદ સેવા આપશે. કોઈ જન્મદિવસ કે, સ્મૃતિ રૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવા માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી 9428200660નો સંપર્ક કરવા વિનંતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement