ટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સીહત રાજયભારમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમા હાર્ટ એટેકથી વધુ ભોગ લેવાયો છે. યાજ્ઞિક રોડ પર ટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીને હૃદય રોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ પેલેસ રોડ પર આવેલા જયરાજ પ્લોટ શેરી નં.8માં રહેતા અને વોરાવાડામાં નરેન્દ્ર એન્ડ કંપની નામની કાપડની દુકાન ધરાવતા વેપારી દિનેશભાઇ નરેશભાઇ બાવીસી (ઉ.વ.49) નામના આધેડે આજે સવારે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા ટર્મીનલ કોમ્પલેક્ષમા ટોપ ટેઇલર નામની દુકાને કાપડનો માલ આપવા ગયા હતા ત્યારે ત્યા દુકાનમાં જ બેભાન થઇ ઢળી પડતા તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યુ હતુ તબીબો દ્વારા હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યુ હતુ.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વેપારી બે ભાઇ એક બહેનમાં નાના અને અપરિણીત હતા તથા તેમના નાનાભાઇ સાથે રહેતા હતા. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.