For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રામકથાની શરૂઆત પૂર્વે ભવ્ય પોથીયાત્રા

05:21 PM Nov 22, 2024 IST | Bhumika
રામકથાની શરૂઆત પૂર્વે ભવ્ય પોથીયાત્રા
Advertisement

રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.

આ વૈશ્વિક રામકથાની શરૂૂઆત પૂર્વે તા.23 નવેમ્બરે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રા સવારે 8:30 વાગ્યે વિરાણી હાઈસ્કુલ, ગ્રાઉન્ડથી શરૂૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચશે.

Advertisement

આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભક્ત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવશે. સાથે ડી.જે. બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગી ની જમાવટ, હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વૈશ્વિક રામકથામાં પધારેલ સંતો મહંતો, અલગ-અલગ બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપશે સાથોસાથ હાથી, ખુલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમજ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પોથીયાત્રામાં પ્રદર્શન ફલોટસ, વાનર સ્વરૂૂપ, બાહુબલી હનુમાન સ્વરૂૂપ, રામ સ્વરૂૂપ, દેવી-દેવતાઓ સ્વરૂૂપ, મીકકી માઉસ કલોન સાથે વિશાળ ભક્તવૃંદ આ પોથીયાત્રાની શોભામાં અભિવૃધ્ધિ કરશે. ધાર્મિક સંગીત, રંગોળીની સજાવટ, નયનરમ્ય ફુલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજૂઆત સાથે શ્રધ્ધાળુઓ રથ સાથે ભજન-કિર્તનની જમાવટ કરશે અને સર્વત્ર ’જય જય શ્રી રામ’ નો નાદ ગુંજી ઉઠશે અને સ્કાઉટ ગાઈડના 25 બહેનો મશાલ સાથે પોથીયાત્રાની શરૂૂઆત કરશે, સાથે એન.સી.સી.ની 25 બહેનો ધ્વજ સાથે પોથીયાત્રાની શરૂૂઆત કરશે જેના ક્ધવીનર શ્રી ભરતભાઈ પરમાર રહેશે. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કુલના બાળકો જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની થીમ રજુ કરશે.

ત્યારે આ પોથીયાત્રાના આયોજન માટે પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનર કિશનભાઈ ટીલવા, વિપુલભાઈ પાનેલીયા તથા નિતેશભાઈ ચોપડા, અજયભાઈ રાજાણી, મોહિતભાઈ કાલાવડીયા, યોગીનભાઈ ચનીયારા, દીપકભાઈ કાચા, ભાવેશભાઈ જોષી, જય ગજજર, કશ્યપ મેંદપર, ભરતસિંહ પરમાર, વિપુલભાઈ છેલલ્યા, વિલાસબેન રૂૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા, જયોત્સનાબેન પેથાણી, મધુબેન ચોવટીયા, કિરણબેન માકડીયા, માલતીબેન સાતા, દિવ્યાબેન ઉમરાણિયા, પલ્લવીબેન જોષી, દેવાંગીબેન મૈયડ, દક્ષાબેન વાઘેલા, સહિતના પ્રેસ મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહયા હતા અને રાજકોટનાં લોકો તેમજ જુદા જુદા સ્થળેથી વૈશ્વિક રામકથાનું રસપાન કરવા આવેલા શ્રાવકોને ભવ્યાતિભવ્ય પોથીયાત્રામાં જોડાવવા જાહેર નિમંત્રણ પાઠવેલ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement