For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ કરે તે પહેલા આખી ટોળકી ઝડપાઇ

12:04 PM Dec 04, 2023 IST | Sejal barot
કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ કરે તે પહેલા આખી ટોળકી ઝડપાઇ

ગાંધીનગરના ખોરજ ગામની કરોડો રૂપિયાની કિંમતની એક જમીનના બોગસ દસ્તાવેજ કરવા આવેલી એક આખી ગેંગને સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી જ ઝડપી લેતા ભારે ખળભળાટ મચેલ છે.
12 જેટલા ભૂમાફિયાઓએ ખેડૂતના નામના નકલી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખપત્રો કઢાવી ખેડૂત બની બેઠા હતા અને બેંકોમાં પણ બોગસ ખાતા ખોલાવી લીધા હતા. જો કે, આ ટોળકી બોગસ દસ્તાવેજ રજિસ્ટ્રાર કરાવે તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી અને આખી ટોળકીને સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી જ ઝડપી લીધી હતી.
પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ચૂંટણી કાર્ડ સહિતના આઈ.ડી કાર્ડમાં ચેડાં કરાયા હતા. જેમાં અસલ ખેડૂતના નામ ઉમેરીને નકલી ખેડૂતના ફોટોગ્રાફ લગાવવામાં આવ્યા હતા. અમદાવાદના પૂર્વ ગ્રેટ ગેમ્બલર મહેન્દ્ર પટેલ ઉર્ફે ક્લગીનાં પુત્રને ખોરજની જમીન બતાવી રૂૂ. બે કરોડ પડાવી લેવાનો કારસો ભૂમાફિયાઓએ ઘડ્યો હતો. નકલી ખેડૂતો ઊભા કરી જમીન બારોબાર વેચી દેવાના કારસા અંગે જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનર તાલુકાના ખોરજ ગામની 5100 ચો.મી જમીનનાં કરેલા ખોટા દસ્તાવેજમાં ફરીવાર સહીઓ કરવા બોગસ ખેડૂતો પહોંચ્યા ત્યારે એલબીની ટીમ ત્રાટકી હતી. પોલીસે !! ભૂમાફિયાઓની ધરપકડ કરી 12 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ સાહેદ સંદીપ મહેન્દ્રભાઈ પટેલને ખોરજ ગામે આવેલ નગર રચના યોજના નં-303ના ફાઈનલ પ્લોટ નં- 71/1 ની 5144 ચો.મી. ખેતીની જમીન ત્રણ માસ અગાઉ બતાવી હતી. રેકોર્ડ ઉપરના જમીન માલીકોના જાણ બહાર તેઓના નામે બનાવટી આઈ.ડી.પ્રૂફ બનાવી રજિસ્ટર બાનાખત કરી અપાયો હતો. બાદમાં સપ્લિમેન્ટરી કરાર કરી આરોપીઓએ સંદીપ મહેન્દ્રભાઈ પટેલ પાસેથી ચેક દ્વારા બાનાપટે મળનાર રૂ.બે કરોડના ચેકના નાણાં હડપ કરવા આઈ.ડી. એફ.સી.બેન્કમાં બોગસ ખેડૂતના ખાતા પણ ખોલાવ્યા હતા. અસલ ખેડુત તથા સાહેદ સંદીપ મહેન્દ્રભાઈ પટેલ સાથે ખોટા દસ્તાવેજો આધારે છેતરપીંડી કરવા જતા એલ.સી.બી.ની ટીમે આરોપીઓને ખોટા દસ્તાવેજો સાથે ઝડપી પાડયા હતા. અસલ ખેડૂત જીતેન્દ્ર દશરથજી મકવાણાએ આ મામલે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપતા સેકટર-7 પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ ટોળકી ખોટા દસ્તાવેજો દ્વારા જમીન હડપી લેવા અથવા ખરીદનાર પાસેથી બાના પેટે રકમ પડાવી લેવાના ગુના આચરતી હતી. આ કેસમાં મહિલાઓ સિવાયના આરોપીને ચાર દિવસા રીમાન્ડ મંજૂર કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement