For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોસમે ફરી મિજાજ બદલ્યો, માવઠાની આગાહી

12:38 PM Feb 03, 2025 IST | Bhumika
મોસમે ફરી મિજાજ બદલ્યો  માવઠાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રણ દિવસ છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે

Advertisement

ગુજરાતમા આજથી વાતાવરણમા ફરી પલટો આવ્યો છે અને આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી વચ્ચે સવારથી રાજકોટ સહિતના અનેક વિસ્તારોમ વાદળા ગોરંભાતા ખેડૂતોમા ચિંતાની લાગણી ફેલાયેલ છે.

માવઠાની આગાહીના પગલે હવામાન વિભાગે ખેડૂતો અને માર્કેટ યાર્ડોને પણ ખેતપેદાશો માટે તકેદારી રાખવા સૂચના આપી છે.

Advertisement

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અરબી સમુન્દ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સભાંવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં તેઓએ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની શક્યતા નહિવત છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે પરંતુ રાજ્ય પર તેની કોઈ અસર નહીં જોવા મળે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે.
હાલ ઉત્તર પશ્ચિમ પવન ફુંકાઈ રહ્યા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન સામાન્ય રહેશે. હવામાન વિભાગનાં એ.કે.દાસે જણાવ્યું છે કે આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે. તેમજ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે. તેમ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement