For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વૃદ્ધાશ્રમના લાભાર્થે યોજાનાર વૈશ્ર્વિક રામકથાને માનસ સદ્ભાવના નામ અપાયું

06:16 PM Oct 03, 2024 IST | Bhumika
વૃદ્ધાશ્રમના લાભાર્થે યોજાનાર વૈશ્ર્વિક રામકથાને માનસ સદ્ભાવના નામ અપાયું

મોરારિબાપુ પોતાની દરેક રામકથાને એક અનોખી ઓળખ આપવા માટે વિવિધ નામો આપતા હોય છે જેમ કે, માનસ રામકથા, માનસ સ્મૃતિ, માનસ ક્ધદ્રા, માનસ સમુદ્રાભિષેક, માનસ વસુધૈવ કુટુમ્બકમ, માનસ સપ્ત શિખર, માનસ રામાયણ, માનસ મનોરથ, માનસ ચતુર્ભુજ, માનસ લોક ભારતી, માનસ રાધાઅષ્ટક, માનસ શ્રદ્ધાંજલિ, માનસ ભારત, માનસ સન્યાસ, માનસ ગૌરી સ્તુતિ, માનસ કેવટ, માનસ ગીતા, માનસ હરિદ્વાર, માનસ નિર્માણ, માનસ અહલ્યા, માનસ સમાધિ, માનસ ક્ષમા, માનસ આનંદ. 12 વર્ષ પછી રાજકોટમાં મોરારિબાપુની વૈશ્વિક રામકથાને મોરારિબાપુએ માનસ સદભાવના નામ આપ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે મોરારિબાપુની 947મી રામ કથાનો પ્રારંભ 23 નવેમ્બરથી થશે.

Advertisement

મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. મોરારી બાપુએ 946 કથા-પારાયણ કર્યાં છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે મોરારી બાપૂની રામ કથા કરાઈ હતી તે કથામાંઆર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેમના પોતાના અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતું. મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ.યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુરૂૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું.બાપુએ તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. 23 નવેમ્બર2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે. વૈશ્વિક રામકથા કાર્યાલય : ધ ટવિન ટાવર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે, રાજકોટ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement