For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ હજુયે બેરોકટોક! 65 આસામી પાસેથી 4 કિલો જપ્ત

04:39 PM Oct 16, 2024 IST | admin
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ હજુયે બેરોકટોક  65 આસામી પાસેથી 4 કિલો જપ્ત

ગોબરા આસામીઓ પાસેથી રૂા.16900નો વહીવટી ચાર્જ વસૂલાયો

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ2021 અન્વયે તારીખ 15/10/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 15/10/2024 ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 65 આસામીઓ પાસેથી 4.21 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા.16900નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઝોન વાઇઝ તંત્રની કામગીરી બાબતે મળેલી વિગતોમાં સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 23 આસામીઓ પાસેથી 1.99 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 5800/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 20 આસામીઓ પાસેથી 1.28 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 5400નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 22 આસામીઓ પાસેથી 0.94 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.5700/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Advertisement

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરાઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement