For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમની પરિભાષા સમજાવતી પારિવારિક ફિલ્મ ‘વાર તહેવાર’માં જોવા મળશે રોબોટનો અનોખો પ્રેમ

04:05 PM Jul 23, 2024 IST | Bhumika
પ્રેમની પરિભાષા સમજાવતી પારિવારિક ફિલ્મ ‘વાર તહેવાર’માં જોવા મળશે રોબોટનો અનોખો પ્રેમ
Advertisement

પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર - આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય. આવી જ એક વાતને કહેવા માટે આવી સરસ મજાની ફિલ્મ વાર તહેવાર 2જી ઓગસ્ટ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મના મુખ્ય કલાકારો પરીક્ષિત તમાલીયા, એમ મોનલ ગજ્જર અને ટીકુ તલસાણીયા રંગીલા શહેર રાજકોટના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. ચિન્મય પી પુરોહિત દ્વારા લિખિત અને તેમના દ્વારા જ દિર્ગદર્શિત આ ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. થોડાં દિવસ અગાઉ રિલીઝ થયેલ ફિલ્મના ટ્રેલરને અદ્ભૂત પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા પણ વધી છે.

આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. આ ફિલ્મ પ્રેમની પરિભાષા સમજાવે છે. માંગલ્ય મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ એલએલપીના બેનર હેઠળ બનેલ અને મનીષ દેસાઈ તથા રીટા દેસાઈ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ. આ ફિલ્મ પરિવારના ઈમોશન્સ અને કોમેડીનો સમન્વય ધરાવે છે જે જરૂરથી સફળ સાબિત થશે.
ફિલ્મના મુખ્ય પાત્રોમાં પરીક્ષિત તમાલીયા, એમ મોનલ ગજ્જર અને ટીકુ તલસાણીયા જેવા દિગ્ગજ કલાકારો છે. તે સાથે ફિલ્મમાં અરવિંદ વૈઠા જેવા ઊંચા દરજ્જાના જાણીતા એક્ટર પણ ખાસ રોલમાં જોવા મળશે. તેમની સાથે જ આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્પેશ પટેલ, કલ્પના ગગહેકર, ભૂમિકા પટેલ જેવા કલાકારો ચાર ચાંદ ઉમેરશે. જાણીતી અભિનેત્રી મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળવાના છે.

Advertisement

ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીયે તો ફિલ્મમાં અભિનેત્રી એમ મોનલ ગજ્જર એક મનોવિજ્ઞાનીક પ્રીતલ પાઠકની ભૂમિકામાં છે તો પરીક્ષિત તમાલીયા રોબોટિક એન્જીનીયર શુભ મેહતાના રોલમાં જોવા મળવાનો છે. એટલે કે ફિલ્મના હીરો અને હિરોઈન જેઓ આજની જનરેશનને રિપેઝન્ટ કરી રહ્યા છે. ફિલ્મના મુખ્ય નાયક શુભ મેહતા (પરીક્ષિતા)નું સપનું છે એક આર્ટિફિશિયલ હાર્ટ બનાવવાનું જેની સાથે એક રોબોટ પણ છે જે માનવ સંબંધોની વ્યાખ્યા પોતાની રીતે કહે છે. આ બંને કઈ રીતે મળે છે અને તેમના વચ્ચે પ્રેમ થશે કે નહિ અને જો થશે તો બંનેના દિલ જોડાશે કે તૂટશે ? તે તો આ ફિલ્મ થકી જ જાણવા મળશે. ફિલ્મનું મુખ્ય કેન્દ્ર ઈમોશન્સ અને બે પેઢી વચ્ચેની વિચારધાસનું અંતર એ આ ફિલ્મ થકી ઘણુ શીખવાડશે.

ટીકુ તલસાણીયા ફિલ્મમાં મોનલના પિતા તરીકે પોતાના આ વિચારોને મજાથી આ ફિલ્મમાં મૂક્યા છે. તેવું દેખાઇ રહ્યું છે. ટીકુ તલસાણીયા જેવા જાણીતા અભિનેતાના પરિપક્વ અભિનય, કોમેડી ટાઇમિંગ તો જગ જાહેર છે. તેમ જ એક પિતાની સંવેદનાને, પિતાની ચિંતાને પણ તેમણે અદભુત રીતે ફિલ્મમાં બતાવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડક્શન વેલ્યુ અને મ્યુઝિક સરાહનીય છે. ફિલ્મમાં આજની ટેક્નોલોજીથી પ્રેરિત રોબોટનું કેરેક્ટર ફિલ્મને સફળતાનાં શિખરે ચોક્કસપણે લઇ જશે. ત્યારે તહેવારોમાં રંગવા અને પ્રેમની પરિભાષામાં તરબોર કરનાર ફિલ્મ વાર તહેવાર અચુક જોવા જેવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement