For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરમાંથી 400 મણ ડુંગળી ચોરી ત્રિપુટીએ રાજકોટ યાર્ડમાં વેચી નાખી

12:00 PM Oct 10, 2024 IST | Bhumika
વાંકાનેરમાંથી 400 મણ ડુંગળી ચોરી ત્રિપુટીએ રાજકોટ યાર્ડમાં વેચી નાખી
Advertisement

પંચાસર ગામે મરઘા ઉછેર કેન્દ્રમાં થયેલી 400 મણ ડુંંગળી ચોરીનો ભેદ ખુલ્યો

વાંકાનેરમાં પંચાસર ગામની સીમમાં મરઘા ઉછેર કેન્દ્રમાં સંગ્રહ કરવામાં આવેલી 400 મણ ડુંગળીની ચોરીના બનાવમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે. ચોરાઉ ડુંગળી રાજકોટ માર્કેટ યાર્ડમાં વેંચી નાખી હતી જે રોકડ પોલીસે કબજે કરી છે.

Advertisement

બનાવી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં આવેલ મરઘા ઉછેર કેન્દ્રમાં ખેડૂત ઇમરાન રસુલભાઇ ભોરણીયા દ્વારા અંદાજે 400 મણ જેટલી ડુંગળીનો જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો, હોય જે ડુંગળીના જથ્થાની ચોરી થઇ હોય. આ બનાવમાં પોલીસે સબીરહુસેન અબ્દુલ સરસીયા (રહે.પંચાસર), જાબીર સાજી બાદી (રહે.પાંચ દ્વારકા) અને નઝરૂદીન અલી બાદી (રહે.મહીકા)ની ધરપકડ કરી હતી. ત્રીપુટીએ ડુંગરી ટ્રકમાં ભરી ચોર કરી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વેંચાણ કરેલ હોય, જે ત્રણેય આરોપીઓને પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ઝડપી ડુંગળીના વેચાણની રોકડ રક્મ રૂા.3,11,730 એક ડુંગળીનો કટ્ટો તથા ટ્રક નં.જીજે 36 ટી 5816 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ.વી.ઘેલા, એએસઆઇ જનકભાઇ પટેલ, મુકેશભાઇ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદિપસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઇ ગઢવી, તાહજુદ્દીનભાઇ શેરસીયા, દર્શિતભાઇ વ્યાસ, દિનેશભાઇ સોલંકી, માલાભાઇ ગાંગીયા, ભરતભાઇ દલસાણીયા, હીતેન્દ્રસિંહ ઝાલા સહિતના રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement