ગુજરાતમાં અધિકારીઓની બદલીનો દોર યથાવત…10 IAS અધિકારીઓની સાગમટે કરાઇ બદલી
01:43 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. ત્યારે ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા ગુજરાતનાં 10 આઈએએસની બદલી કરવામાં આવી છે. જેમાં કલેક્ટરોનો સમાવેશ થાય છે.
ગત અઠવાડિયે જ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી.
Advertisement
જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ
બી. જે. પટેલને ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે
- એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.
Advertisement